Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોવિદ -19 દવાઓની તંગી વચ્ચે રાજકીય આગેવાનો પાસે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો ? : ભાજપ સાંસદ ગૌતમ ગંભીર પાસે મોટો જથ્થો હોવાનું જાણી દિલ્હી હાઇકોર્ટનો વેધક સવાલ : રાજકીય લાભ ખાટવાની દાનત રાખવાને બદલે પોતાની પાસેનો જથ્થો સરકારી હોસ્પિટલોને સોંપી દેવા અનુરોધ કર્યો

ન્યુદિલ્હી : કોવિદ -19 દવાઓની તંગી વચ્ચે ભાજપ સાંસદ ગૌતમ ગંભીર પાસે આ દવાઓનો મોટો જથ્થો હોવાનું જાણી દિલ્હી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.તથા વેધક સવાલ કરી પૂછ્યું હતું કે તેમની પાસે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો ?

જસ્ટીસ વિપિન સંઘી અને જસ્મીતસિંઘની બેંચે કહ્યું હતું  કે નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોય અને આવી દવાઓની અછતનો સામનો કરી રહ્યા હોય તેવા સંજોગોમાં રાજકીય લાભ ખાટવા માટે  નેતાઓએ COVID દવાઓ ન રાખવી જોઈએ . તેઓએ પોતાની પાસેનો જથ્થો ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસને  સોંપી દેવો જોઈએ .જેઓના મારફત આ દવાઓ સરકારી હોસ્પિટલોને પહોંચાડી શકાય .

ઉલ્લેખનીય છે કે  કોર્ટમાં ડો.દીપકસિંઘની અરજી પર સુનાવણી દરમિયાન  રાજકીય નેતાઓ દ્વારા દવાઓ સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.  અને મેડિકલ માફિયા-પોલિટીશિયન કનેક્શનની  તપાસની માંગ કરવામાં આવી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)