Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઇઝરાયેલ હમાસ વિરૂદ્ધ સૈન્ય અભિયાન ચાલુ રાખશે :બિન્યામિન નેતન્યાહૂએ સંઘર્ષ વિરામની આંતર રાષ્ટ્રીય કોશિશોને ફગાવી

નેતન્યાહૂએ કહ્યું આતંકી સંગઠન વિરૂદ્ધ અમારો અભિયાન બધી જ શક્તિ સાથે યથાવત રહેશે.

નવી દિલ્હી :  સંઘર્ષ વિરામની આંતરાષ્ટ્રીય કોશિશોને ફગાવતા રવિવારે ટીવી પર સંબોધન દરમિયાન ઇઝરાઇલ વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, હમાસ વિરૂદ્ધ તેમનું સૈન્ય અભિયાન બધી જ શક્તિ સાથે ચાલું રહેશે  

તેમને કહ્યું, આતંકી સંગઠન વિરૂદ્ધ અમારો અભિયાન બધી જ શક્તિ સાથે યથાવત રહેશે. અમે હાલમાં કાર્યવાહી કરી રહ્યાં છીએ અને ત્યાર સુધી કરીશું જ્યાર સુધી જરૂરત છે અને ઈઝરાઇલના નાગરિકો માટે શાંતિ સ્થાપિત ના થઈ જાય. આ સમય લેશે.

ગાઝામાં હમાસ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે ઇઝરાઇલી સેનાના હુમલામાં મૃતકોની સંખ્યા વિશે જાણકારી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, હવાઈ હુમલામાં 33 લોકોના મોત થઈ ગઈ છે. મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું છે કે, મૃતકોમાં 12 મહિલાઓ અને 8 બાળકો છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે.

રાહત અને બચાવ કાર્યમાં લાગેલા કાર્યકર્તાઓ હાલમાં ધ્વસ્ત થયેલી ઈમારતોના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

તે સાથે જ એક સપ્તાહ પહેલા શરૂ થયેલી હિસામાં ગાજામાં મરનારાઓની સંખ્યા 181 સુધી પહોંચી ગઈ છે.

જ્યારે ઇઝરાઇલના અધિકારીઓનું કહેવું છે કે, તાજા હુમલાઓમાં 10 લોકોના મોત થયા છે,જેમાં બે બાળકો પણ સામેલ છે. પાછલી રાત ઇઝરાઇલના અનેક દક્ષિણ શહેરો પર રોકેટ હુમલા કર્યા છે.

(12:00 am IST)