Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જાતીય સતામણી કેસ : ઇન્ડિયન એર ફોર્સની મહિલા પાઇલોટે ફ્લાઇટ કમાન્ડરના આગોતરા જામીન રદ કરવા માંગણી કરી : ફરિયાદીને રજુઆત કરવાની તક આપ્યા વિના જામીન મંજુર કરાયા છે : જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટમાં પિટિશન દાખલ

જમ્મુ : ઇન્ડિયન એર ફોર્સની  મહિલા પાઇલોટની જાતીય સતામણી કરવા બદલ તેણે ફ્લાઇટ કમાન્ડર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી .જેના અનુસંધાને અદાલતે આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા હતા.જે રદ કરવા ફરિયાદી મહિલા પાઇલોટે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

ફરિયાદી મહિલાએ દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ તેને રજુઆત  કરવાની તક આપ્યા વિના જામીન  મંજુર કરાયા છે . જેના અનુસંધાને ન્યાયાધીશ સંજીવ કુમારની સિંગલ જજ બેંચે 14 મેના રોજ ઉત્તરદાતાઓને નોટિસ ફટકારી હતી અને તેઓને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

જો કે, હાલના કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 354-એ હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી, જે જામીનપાત્ર ગુનો છે, તેમ જણાવાયું છે.આ મામલાની સુનાવણી આગામી 15 જુલાઈ, 2021 ના રોજ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહિલા પાયલોટે ફ્લાઇટ કમાન્ડર દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કર્યા બાદ ભારતીય વાયુસેનાની આંતરિક ફરિયાદ સમિતિ (આઈસીસી) દ્વારા અન્યાયી રીતે કરવામાં આવેલી તપાસ અંગે કડક વાંધો ઉઠાવતા હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી.

આ અરજીમાં જણાવાયું છે કે જ્યારે પરેશાની યથાવત ચાલુ રાખવામાં આવી ત્યારે તેણે 18 ડિસેમ્બર, 2020 ના રોજ આઈએએફના અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)