Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર: ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે.

આજે વિદ્યાર્થીઓ માત્ર પરિણામની પ્રિન્ટ મેળવી શકશે, હાલ માર્કશીટ કે પ્રમાણપત્રની હાર્ડકોપી મેળવવા વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર આપવા અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશેમાર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અમદાવાદમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 17000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માધ્યમનું 71.90 ટકા, હિંદી માધ્યમનું 65.13 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ જાહેર થયું હતું. ગયા વર્ષે 9 મે ના રોજ પરિણામ જાહેર થયું હતું, આ વર્ષે કોરોના મહામારીના કારણે પરિણામ એક અઠવાડિયું મોડું જાહેર થયું છે.

(9:50 am IST)