Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

20મીથી ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ પર કાળા મરીનો વાયદો શરૂ થશે

MG1ના બદલે લીટર વજન 550 GL પર આધારિત કોન્ટ્રાક્ટને ફરી લોન્ચ કરાશે

 

કોલકાતા : ઈન્ડિયન કોમોડિટી એક્સચેન્જ (ICEX) પર 20 મેથી કાળા મરીનો વાયદા કારોબાર શરૂ થશે  ICEXના સીઈઓ સંજીત પ્રસાદે જણાવ્યું કે, ઐતિહાસિક રૂપે કાળા મરીનો કરાર કોમોડિટી ડેરિવેટિવ માર્કેટમાં લોન્ચ થનારા સૌથી જુના કરારોમાંનો એક છે

 . ICEX હાજર માર્કેટમાં સઘન અભ્યાસ કર્યા બાદ ખાસ વિશેષતાવાળા MG1ના બદલે લીટર વજન 550 GL પર આધારિત કોન્ટ્રાક્ટને ફરી લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

  કાળા મરીનો હાજર માર્કેટનો આકાર વાર્ષિક લગભગ 3,000 કરોડ રૂપિયાનો છે. ગત કેટલાક વર્ષોથી કોમોડિટી નિર્માતા, નિકાસકાર અને આયાતકારને પ્રભાવિત કરનારી કોમોડિટી રહી છે, કેમ કે ભાવોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળતાં વેપારીઓને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું છે.

  કાળા મરીના હાજર માર્કેટનો આકાર લગભગ 3,000 કરોડ રૂપિયાનો છે. તેનું વિતરણ કેન્દ્ર કદાવન્ત્ર (એર્નાકુલમ) છે. કાળા મરીની કિંમત 36,000 રૂપિયાથી 37,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. કેરળના શ્રેષ્ઠ કાળા મરીનું ઉત્પાદન કરે છે. કેરળના વાયનાડમાં કાળઆ મરીને કોફીના ગાર્ડનોમાં ઉગાડવામાં આવે છે. આની મોટાભાગે ખેતી કરવામાં આવે છે. ભારતીય કાળા મરીની બે જાતોની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી માંગ છે, એક છે માલાબાર ગારબલ્ડ અને ટેલિચેરી એક્સટ્રા બોલ્ડ

 

(11:59 pm IST)