Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ડિજિટલ ફાઈનાન્સ કંપનીઓને આધાર KYC મંજુરી મળશે

નોન બેંકિંગ કંપનીઓને સુવિધા આપવા વિચારણા : મોબાઇલ ઇવોલિટ, ડિજિટલ લેન્ડિંગ સ્ટાર્ટઅપને મોટો ફાયદો થશે : ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

બેંગ્લોર, તા. ૧૭ : ડિજિટલ ફાઈનાન્સ કંપનીઓને પોતાના કસ્ટમરોની ઓળખ પ્રમાણિત કરવા ડેટાબેઝથી આગળ વધવા મંજુરી મળી શકે છે. કેન્દ્ર સરકારની એક નોંધમાં આ અંગેની વાત કરવામાં આવી છે જેમાં નોન બેંકિંગ કંપનીઓને કેવાયસી ફેસિલિટી આપવા ઉપર વિચારણા ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોબાઇલ વોલિટ અને ડિજિટલ લેન્ડિંગ સ્ટાર્ટઅપને ખુબ મોટો ફાયદો થનાર છે. આરબીઆઈના ફરજિયાત કસ્ટમર વેરિફિકેશન નિયમોને અમલી કરવામાં હાલ રાહત મળી રહી છે. નાણામંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ તરફથી સરક્યુલર નોટમાં આ બાબતનો સંકેત આપવામાં આવ્યો છે કે જો પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨થી નોન બેંકિંગ કંપનીઓ આધારની પ્રાઇવેસી અને સિક્યુરિટી સ્ટાન્ડર્ડનું પાલન કરશે તો સરકાર તેમને બાયોમેટ્રીક આધારિત ડેટા બેઝ માટે સુવિધા આપવા ઉપર વિચારણા કરી શકે છે. જો કે, તેમણે કેટલીક શરતો પાળવી પડસે. આરબીઆઈના ગવર્નર અને સેબીના ચેરમેન સહિત તમામ ફાઈનાન્સિયલ રેગ્યુલેટરને ૯મી મેના દિવસે મોકલવામાં આવેલી નોંધમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ કંપની ઇ-કેવાયસી ઓથેન્ટીકેશન ફેસિલિટીનો ઉપયોગ કરીને ક્લાઇન્ટના આધાર નંબરને પ્રમાણિત કરવા માંગે છે તો આના માટે પ્રોવિઝનની દ્રષ્ટિએ નોટીફાઇ કરવાની જરૂર રહેશે. રેગ્યુલેટર અને યુઆઈબીએઆઈની સપોર્ટિંગ કંપનીની વિશ્વસનીયતા સાથે સંતુષ્ટ હોવાની બાબત ઉપયોગી રહેશે. રેગ્યુલેટર પાસેથી પરવાનગી મળી ગયા બાદ કંપનીએ પ્રાઇવેસી અને સિક્યુરિટી ચેક માટે યુઆઈડીએઆઈ પાસે અરજી કરવાની રહેશે.

(7:26 pm IST)