Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મુંબઇની લોકલ ટ્રેનમાં ૨ મહિલાઓની હત્યા કેસનું પગેરૂ શોધવા મુંબઇ પોલીસ ગાંધીનગરમાં

ગાંધીનગર :ગાંધીનગર પોલીસ જે સીરિયલ કિલરની શોધી રહી છે, તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કેસમાં હવે મુંબઈ પોલીસ પણ પિક્ચરમાં આવી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કેસનુ પગેરુ શોધવા માટે મુંબઈ પોલીસ ગાંધીનગર પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા થઈ છે. જેનો શંકાસ્પદ હત્યારો સીસીટીવીમાં કેદા થયો છે. જોકે, હત્યારાનો ચહેરો ગાંધીનગરના સીરિયલ કિલરને મળતો આવે છે. તેથી મુંબઈ પોલીસ હત્યાનું પગેરુ શોધતી ગાંધીનગર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ઉપરાઉપરી ત્રણ હત્યાઓ થઈ હતી. આ તમામ હત્યાઓ એક જ પ્રકારે કરવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર પોલીસે આ કેસમાં તપાસ કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હરકત સામે આવી હતી. પોલીસને અડાલજના એક પાર્લરના સીસીટીવી ફૂટેજમાં આ સીરિયલ કિલર દેખાયો હતો. ચાર મહિના વીતી ગયા હોવા છતા આ ઘટના પરથી પડદો ઊંચકાયો નથી, અને ગાંધીનગર પોલીસ હજી પણ આરોપીની પકડથી દૂર છે.

(5:10 pm IST)
  • શારદા ચીટ ફંડ : સુપ્રિમ કોર્ટમાંથી કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને રાહત નહિં : ધરપકડ પર લાગેલો સ્ટે હટાવાયો access_time 11:31 am IST

  • સુરતના વરાછાના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યોઃ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ બ્લેકમેલ કરી માગ્યા નાણા : પોલીસે હેડકોસ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી access_time 3:47 pm IST

  • અમદાવાદમાં ૨૦ કિલો ગાંજો ઝડપાયોઃ એક મહિલા સહિત ર લોકોની ધરપકડઃ સાણંદના વિરમગામ હાઇવે પરથી ધરપકડઃ ૨ લાખથી વધુ ગાંજો સુરત મોકલવાનો હોવાનું બહાર આવ્યું, સીઆઇડી, રેલ્વે પોલીસનું જોઇન્ટ ઓપરશેન access_time 1:32 pm IST