Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નવા ઘરનો ભાવ પ્રતિ ૧૦૦ વાર રૂ.૪૦ હજાર સુધી વધી જશે

ઇનપુટ ટેકસ ક્રેડિટનો માર ગ્રાહકો પર પડશે

અમદાવાદ તા ૧૭  : બાંધકામ ઉદ્યોગ પાસેથી લેવામાં આવતા જીએસટીમાં ઘટાડો થવા છતાં બાંધકામની કિંમત ૨૦ થી ૨૫ ટકા વધી જવાની શકયતા રહેલી છે. કારણ કે, બિલ્ડર અને ડેવલોપરની ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ કરી દેવામાં આવી છે. સામાન્ય બાંધકામ પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવ્યા, પણ બિલ્ડરોને મળતી ઇનપુટ ટેકસ  ક્રેડિટના અંદાજે ૧૮ થી ૨૦ ટકા તેમણે ગુમાવવા પડશે. પરિણામે ગ્રાહકોને પણ જીએસટી જતાં ઘર સસ્તા પડશે તેવાં માત્ર સપના જ જોવાના રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં જંત્રી વધવાની શકયતા છે. કારણ કે,  છેલ્લે વર્ષ ૨૦૧૧ માં જંત્રીના દર વધારાયા હતા. જંત્રીમાં વધારો આવશે એટલે તેની સાઇડ ઇફેકટ વધશે. ઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ થઇ જતાં તેમને ૧૦ થી ૧૫ ટકા બાંધકામ મોઘું પડશે. જેના કારણે બાંધકામ સસ્તા થવાને બદલે મોંઘા થશે, એમાં તાજેતરમાં સિમેન્ટના રૂ ૧૦૦ નો થેલી દીઠ વધારો સરવાળે બાંધકામને મોંઘુ બનાવશે.

આ અંગે બિલ્ડર અને રિયલ એસ્ટેટ ડેવલોપર વિજય શાહે જણાવ્યું હતું કે સિમેન્ટનો ભાવ વધારો અને જીએસટીઇનપુટ ટેકસ ક્રેડિટ બંધ થવાને કારણે બાંધકામ અંદાજેએક વાર દીઠ રૂા૪૦૦ જેટલું મોંઘુ થશે એટલે કે પ્રતિ ૧૦૦ વાર દીઠ ૪૦ હજારનો સીધો વધારો ચુકવવા ગ્રાહકોએ તૈયારી રાખવી પડશે.

(3:55 pm IST)