Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રાહુલની સભામાં ભાષણનો મોકો ન મળતા તેજપ્રતાપ યાદવ નારાજ

બિહારમાં આવા કારણોને લીધે જ કોંગ્રેસનું અસ્તિત્વ નથી- તેજ પ્રતાપ યાદવ

પાટણ, તા. ૧૭ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં બિહારના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવને ભાષણનો મોકો ન મળતા તે ફરી એક વાર નારાજ થઇ ગયા છે.

તેમણે ગુસ્સામાં ત્યાં સુધી કહી દીધું કે બિહારમાં આવા જ કારણોને લીધે કોંગ્રેસનું અસ્તિત્વ નથી રહ્યું. તેમણે કહ્યું કે મહાગઠબંધનને મોટી લડાઇ લડવી છે, પણ જયારે સિપાહીને જ મોરચા પર નહીં લડવા દેવાય તો લડાઇ કેવી રીતે લડાશે ?

રાહુલ ગુરૂવારે બિહારના એક દિવસના પ્રવાસે પાટલીપુત્ર બેઠકના વિક્રમમાં રાજદ ઉમેદવાર મીસા ભારતીના પક્ષમાં લોકોને મત આપવા માટે એક જનસભામાં ગયા હતાં. તેજ પ્રતાપે સભા પત્યા પછી પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે કહ્યું હતું કે, મારે પણ ભાષણ આપવાનું છે. મેં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોહન ઝાને પણ મારી ભાષણ આપવાની ઇચ્છા હોવાનું જણાવ્યું હતું તેમ છતાં મને મોકો નહોતો આપવામાં આવ્યો.

સભા દરમ્યાન મંચ પર રાહુલ ગાંધીની એક બાજુ વિધાનસભા વિપક્ષના જેતા તેજસ્વી યાદવ અને બીજી બાજુ ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવ બેઠા હતાં. તેજસ્વી યાદવે પણ સભાને ભાષણ આપ્યું હતું પણ તેજપ્રતાપને મોકો નહોતો મળ્યો.

તેજપ્રતાપે આના માટે એક નેતાને જવાબદાર ઠેરવતા કહ્યું કે આવા લોકોના કારણે જ કોંગ્રેસના આ હાલ છે. આ લોકો જાણે છે કે બીજો લાલુ ઉભો થઇ રહ્રયહ્યો છે અને તેના કારણે પરેશાન છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસની બિહાર સમિતિ ખખડધજ થઇ ગઇ છે અને આ અંગેની ફરીયાદ તે રાહુલ ગાંધીને પણ કરશે.

(3:42 pm IST)