Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચીનની કંપનીઓના હિતો - હક્કોની - અધિકારોની રક્ષા માટે તમામ કરી છૂટશુ : જવાબી કાર્યવાહીની અમેરિકાને ખુલ્લી ચિમકી

બેઇજિંગ, તા. ૧૭ : ટેલિકોમ ઉપકરણો બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની હુઆવેઇ પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયા પછી ચીને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ચીને જણાવ્યું છે કે તે પોતાની કંપનીઓના હિતો અને અધિકારોની રક્ષા માટે જરૂરી પગલા ભરશે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગે જણાવ્યું છે કે અમે અમેરિકાના વાણિજય વિભાગના આદેશની સમીક્ષા કરી છે. ચીને હંમેશા પોતાની કંપનીઓને જે તે દેશના નિયમો અને કાયદાઓનું પાલન કરવા જણાવ્યું છે.

લૂ એ જણાવ્યું છે કે અમે ઘરેલુ કાયદા અને ગતિવિધિઓને આધારે અન્ય દેશોના અયોગ્ય પ્રતિબંધનો વિરોધ કર્યો છે. અમે અમેરિકાને અપીલ કરીએ છીએ કે તે આ પ્રકારની પ્રવૃત્ત્િ।ઓે બંધ કરે.

ઉલ્લેખનીય છે કે આયાત ડયુટીને લઇને અમેરિકા અને ચીન વચ્ચે અગાઉથી જ વેપાર યુદ્ઘ ચાલી રહ્યું છે. અમેરિકાના તાજેતરના આ નિર્ણયથી બંને દેશો વચ્ચે પ્રવર્તમાન તંગદિલી વધશે.

(1:14 pm IST)