Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ગાય આધારિત અર્થતંત્રની ચર્ચામાં ભાગ લેતા ડો.કથીરિયા

નવી દિલ્હીઃ ધ સેન્ટર ફોર એન્ટરપ્રાઇઝેશનશીય ડેવલોપમેન્ટ દ્વારા ગૌઆધારિત અર્થતંત્ર વિશે ચર્ચા સભા યોજાયેલ. જેમાં રાષ્ટ્રીય કામર્ધનું આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરિયાએ સંસ્થાના ડીરેકટર ડો.સુનિલ શુકલા, નિવૃત આઇ.એ.એસ. અધિકારી ડો.કમલ તરોઇ, છતીસગઢના માજી સાંસદ પ્રદીપ ગાંધી વગેરે સાથે ચર્ચા કરેલ. ડો. કથીરિયાએ હિન્દુ ધર્માચાર્ય મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી પરમાત્માનંદ સરસ્વતીને મળીને ગૌસેવા અને ગૌરક્ષા વિષે ચર્ચા કરી હતી.

(12:18 pm IST)