Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હવે આધાર કાર્ડની માફક પર્સનલ હેલ્થ આઇડેન્ટિફાયર નંબર મળશે

પીએચઆઇ નંબર મળ્યા પછી કોઇ પણ દર્દીએ રિપોર્ટ સાથે નહીં રાખવો પડે

નવી દિલ્હી, તા. ૧૭ : દેશમાં પહેલી વાર લોકોને આધાર કાર્ડની માફક પર્સનલ હેલ્થ આઇડન્ટિફાયર (પીએચઆઇ) નંબર આપવા માટે એક બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ છે. આ નંબરથી કોઇ પણ વ્યકિતની સંપૂર્ણ હેલ્થની વિગતો એક કિલક પર મળી શકશે. પીએચઆઇ નંબર મળ્યા પછી કોઇ પણ દર્દીએ રિપોર્ટ સાથે નહીં રાખવો પડે અને ન તો ડોકટરને જાણ કરવી પડશે કે તેને કયારે કઇ બિમારી થઇ હતી.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ભૂતપૂર્વ ચેરમેન જે. સત્યનારાયણના વડપણ હેઠળ બનેલી કમીટીમાં આરોગ્ય મંત્રાલય, નીતિ કમિશન, ઇલેકટ્રોનિક અને ઇન્ફર્મેશન પ્રાદેશિક મંત્રાલય, એનઆઇસીના અધિકારીઓ, એઇમ્સના ડોકટર સહિત કુલ ૧૪ અધિકારીઓ તેમ જ નિષ્ણાતો સામેલ છે. સમિતિએ આરોગ્ય મંત્રાલયને યોજનાની બ્લુ પ્રિન્ટ સોંપી છે.

તેમણે આરોગ્ય મંત્રાલય, ઇલેકટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે મળીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અને માય હેલ્થ એપ અને ઇન્ડિીયન હેલ્થ પોર્ટલ બનાવવાની પણ ભલામણ કરી છે જેથી દર્દીઓ જયારે ઇચ્છે ત્યારે હેલ્થ રિપોર્ટ જોઇ શકે. પીએચઆઇ નંબરમાં નામ-સરનામું, માતા-પિતા અથવા પત્નીનું નામ, ઉંમર, ઉંમર, જેન્ડર, મોબાઇલ નંબર, કોઇપણ પ્રકારનો ફોટો ઓળખપત્ર, કુટુંબના સભ્યોની માહિતી પણ સામેલ હશે.

(12:13 pm IST)