Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમિત શાહના રોડ શોમાં તોફાનની શરૂઆત ટીએમસી કાર્યકરોએ કરી-કોલકતા પોલીસ

કોલકતા, તા., ૧૭: કોલકતામાં ભાજપા પ્રમુખ અમિત શાહના રોડ શોમાં થયેલ હુમલા બાબતે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ભાજપાના માણસોએ આની શરૂઆત કરી હતી. જો કે કોલકતા પોલીસે ઇમાનદારીપુર્વક સ્વીકાર્યુ છે કે ભાજપા પ્રમુખના રોડ શોમાં હિંસાની શરૂઆત તૃણમુલ કોંગ્રેસે કરી હતી.

પોલીસ હેડ કવાર્ટર તરફથી ગઇકાલે બહાર પાડવામાં આવેલ ઓફીશ્યલ બયાનમાં એ સ્વીકારવામાં આવ્યું છે કે જયારે અમીત શાહનો રોડ શો પસાર થઇ રહયો હતો. ટીએમસીના કાર્યકરોએ રોડ શોની સામે આવીને નારાબાજી અને વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી. તે વખતે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લઇ લીધી હતી. પણ અમિતશાહની ગાડી પસાર થઇ ગયા પછી તેમના કાફલામાં સામેલ લોકો પર વિદ્યાસાગર કોલેજની અંદરથી ઇંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યાં પછી હિંસાની શરૂઆત થઇ ગઇ હતી

(12:07 pm IST)