Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે

પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી હારશે તો રાજીનામુ આપીશ

નવી દિલ્હી/ ચંડીગઢ તા. ૧૭ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.

કેપ્ટન અમરિંદરે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું કે લોકસભા ચૂંઠણીના પરિણામમાં જો પાર્ટીનો રાજયમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજયમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.

પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવા પર તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી ૧૯ મેના પંજાબમાં મતદાન થશે.

લગભગ એક દશક સુધી શિરોમણી અકાળ દળ અને ભાજપના નેતૃત્વવાળી સરકારે પંજાબમાં સત્તા જમાવી હતી. ત્યારબાદ ૨૦૧૭માં કોંગ્રેસે રાજયમાં જીત હાંસલ કરી હતી, જેથી અમરિંદર સિંહ બીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.(૨૧.૮)

 

(11:39 am IST)