Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

યુબીએસનો મત

મોદી સરકાર નહીં આવે તો બજાર ૧૫ ટકા સુધી ઘટી શકે

મુંબઇ, તા. ૧૭: ભારતીય શેરબજાર છેલ્લા થોડા દિવસોથી લોકસભાની ચુંટણીનાં પરિણામો અને વૈશ્વિક પરિબળો અંગેના અનિશ્ચિત વાતાવરણથી નરમ છે ત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર ફરીથી સત્તા ઉપર નહીં આવે તો બજારમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો ઘટાડો સંભવ છે.

વૈશ્વિક બેન્ક યુબીએસના ભારત ખાતેના રિચર્ચ હેડ ગૌતમ છાછોરિયા અને બેન્કના અન્ય એનેલિસ્ટ દીપોજિત સહા અને રોહિત અરોરાએ આ અહેવાલ તૈયાર બજારમાં મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો હતો.

યુબીએસના મતે ભારતીય જનતા પાર્ટી જો સૌથી મોટા પક્ષ તરીકે આવશે તો નિફટી પાંચથી દસ ટકા વધી શકે છે. અને તે એપ્રિલ, ૨૦૧૯ની સર્વકાલીન ઊંચી સપાટી ઓળંગી શકે તેમ છે. જો ભાજપ અને એનડીએ બન્ને મળી ૨૫૦થી વધુ બેઠકો મેળવે તો નિફટીમાં પાંચ ટકાનો વધારો શકય છે. જો ભાજપ અને એનડીએ  ૨૫૦થી ઓછી બેઠકો મેળવે તો બજારમાં તીવ્ર વધઘટ જોવા મળશે અને આવી સ્થિતિ નવી સરકાર સત્તા મેળવે ત્યાં સુધી જોવા મળશે.બજારમાં એક સપ્તાહથી વધારાના સમય માટે આગાહી કરીએ તો અત્યારે વળતર સામે જોખમ વધારે છે. ચુંટણી પછી બજાર નાણાખાધ કેટલી રહે છે. ધારણા કરતાં તે કેટલી વધારે છે. તેના આધારે આગામી ચાલ નકકી કરશે, એમ આ રિસર્ચમાં જણાવાયું છે.

જોકે, બજારમાં મોટા ભાગના લોકો એનડીએ ફરી સતા ઉપર આવશે એવી આશા રાખી રહ્યા છે. ઉતર પ્રદેશમાં બેઠકો ઘટે તો પણ સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની જ આવશે એવી તેમની ધારણા છે.

(11:35 am IST)