Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

છત્તીસગઢના ગામડાંઓમાં એક માટલાથી વધુ પાણી ભરો તો દંડ ભરવો પડે છે

રાચી, તા.૧૭: આપણને જયારે જોઇએ ત્યારે નળ ખોલતાં જ અસ્ખલિત વહેતું પાણી મળે છે, પણ ભારતનાં અનેક રાજયોમાં નાનાં અને અંતરિયાળ એવાં ગામ છે જયાં પીવાનું પાણી પણ મુશ્કેલીથી મળે છે. છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભા તાલુકામાં ઘણાં ગામો એવાં છે જયાં ઘરદીઠ એક માટલું પાણી ભરી લીધા પછી બીજું માટલું ભરવા પર દંડ થાય છે. ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઓર વધવા લાગી છે એટલે પાણીનો દુરુપયોગ ન થાય એ માટે ગ્રામપંચાયતોએ એકથી વધુ માટલું ભરવા પર દંડ લેવાની નીતિ અપનાવી છે. અહીં પાણીના સ્ત્રોત ખૂટી ગયા છે અને ભૂમિગત જળસ્તર બહુ નીચું જતું રહ્યું છે. એક ગામમાં તો ગ્રામપંચાયતે પાણીનો વ્યય અટકાવવા લેખિત નોટિસ આપીને જાહેર કર્યુ છે કે અહીં કોઇ જરૂરિયાત કરતાં વધુ પાણી લેશે અથવા બગાડ કરશે તો પંચાયત બાલદીદીઠ પ૦ રૂપિયાનો દંડ લેશે. ગામની ટાંકી પર નોટિસ લાગી છે કે એક માટલું લાવો અને પાણી લઇ જાઓ. એકથી વધુ ઘડો લાવશો તો ઘડાદીઠ પ૦ રૂપિયાનો દંડ થશે.

(11:35 am IST)