Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

''ચલ ચલી રે પતંગ મેરી ચલી રે': અમેરિકાના ન્યુજર્સીમાં ૧૯મે ૨૦૧૯ના રોજ યોજાનારો પતંગોત્સવઃ ગુજરાતીઓના લોકપ્રિય તહેવારનો આનંદ માણવાની તક

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ૧૯મે ૨૦૧૯ રવિવારના રોજ ૪થો વાર્ષિક પતંગોત્સવ યોજાશે.

     પ૨૫, ફ્રન્ટ સ્ટ્રી, યુનિયન બીચ ન્યુજર્સી મુકામે યોજાનારા આ ઉત્સવનો સમય સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫-વાગ્યા (EDT) સુધીનો રહેશે. જેમાં ભાગ લેનારાઓએ ૩૦ ડોલર આપવાના રહેશે જે અંતર્ગત ૨૦ પતંગ તથા ૧ ફીરકી અપાશે. ભાગ નહીં લેનારા તથા બાળકો માટે વ્યકિત દીઠ ૨૦ ડોલરની ફી છે. જેમાં બ્રેકફાસ્ટ વેજીટેબલ સેન્ડવીચ ફોર લંચ તથા ડીનર બોકસનો સમાવેશ થાય છે. રજીસ્ટ્રેશન તથા વિશેષ માહિતી માટે શ્રી શૈલેષ પટેલનો કોન્ટેક નં.૬૪૬-૪૬૮-૨૬૫૭ દ્વારા અથવા ઇમેલ indiankiteflyingFestivalasa@gmail.com દ્વારા સંપર્ક સાધવા શ્રી શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(8:53 pm IST)