Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા પર સાધ્વી પ્રજ્ઞાને અફસોસ વ્યક્ત કરીને માફી માંગી

સાધ્વીએ કહ્યું ગોડસે ઉપર આપેલ નિવેદન તેનો અંગત વિચાર હતો.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી છે. તેણે પોતાના નિવેદન માટે પ્રદેશ બીજેપી પાસે માફી માંગી લીધી છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.

  સાધ્વીના આ નિવેદન બાદ મોટો રાજકીય હોબાળો મચી જવા પામ્યો હતો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું હતું કે બીજેપીએ હંમેશા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યાની ટિકા કરી છે. તેમણે  કહ્યું હતું કે જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ અફસોસ પ્રગટ કરીને માફી માંગી લીધી છે તો તેમાં કશું કહેવાની આવશ્યકતા નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞાએ એ કહેતા માફી માંગી છે કે ગોડસે ઉપર આપેલ નિવેદન તેનો અંગત વિચાર હતો.

  સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર બીજેપીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી બીજેપી સહમત નથી. પાર્ટી તેના નિવેદનની ટિકા કરે છે. આ મામલે પાર્ટી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પાસેથી સ્પષ્ટીકરણ માંગશે. બીજેપીના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમણે આ નિવેદન માટે સાર્વજનિક રુપથી માફી માંગવી જોઈએ

(12:00 am IST)