Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

બેન્કના એટીએમની સંખ્‍યામાં ગત બે વર્ષમાં ઘટાડોઃ ટ્રાન્‍જેકશનની સંખ્યામાં વધારો

નવી દિલ્હી: એટીએમ (ATM)ના રિવાજ બાદ કેશ કાઢવા માટે બેંક જવાની સિસ્ટમ ખતમ થઇ ચૂકી છે. એટલા માટે આખા દેશમાં ATMની જાળ છવાયેલી છે. જોકે એક દિવસમાં તેનાથી ટ્રાંજેક્શનની સીમા નિર્ધારિત છે. પરંતુ સાધારણ કામો માટે આટલી રકમ ખુબ હોય છે. ATM માંથી માત્ર કેશ કાઢી શકતા નથી. ઉપરાંત બેંક સાથે જોડાયેલા ઘણા કામ તેની મદદથી કરી શકાય છે. પરંતુ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)નો જે રિપોર્ટ આવ્યા છે તેમાં કહેવામાં આવ્યા છે કે દેશમાં ATM ની સંખ્યામાં ગત બે વર્ષમાં ઘટાડો આવ્યો છે. દરમિયાન ટ્રાંજેક્શનની સંખ્યા વધી છે. IMF ના રિપોર્ટ અનુસાર ભારતમાં 1 લાખ લોકો પર ATM ની સંખ્યા BRICS ના અન્ય દેશોની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે.

રિપોર્ટ અનુસાર ફ્રોડથી બચવા માટે આરબીઆઇ દ્વારા સુરક્ષાના નિયમો લગાવીને આકરા નિયમો કરવામાં આવી રહ્યા છે. એવામાં બેંકો માટે એટીએમ મેટેનેન્સ મોંઘુ થતું જાય છે કે એટીએમની સંખ્યા સતત ઘટી રહી છે.

ATM પહેલાંથી ખૂબ મોટી સંખ્યામાં

ભલે ડિજિટલ ઇન્ડીયાનો ઢોલ વગાડવામાં આવી રહ્યો હોય, પરંતુ સત્ય છે કે મોટા શહેરોને બાદ કરીએ તો નાના શહેરોમાં બધો બિઝનેસ કેશ પર ચાલે છે. મોટા શહેરોમાં પણ ડિજિટલ ટ્રાંજેક્શનાને પુરતી સફળતા મળી નથી. જો તમે નાના શહેરોમાં બેંક ગયા હશો તો એટીએમની બહાર લાંબી લાઇનોથી જરૂર માહિતગાર હશો. ગ્રામીણ વિસ્તારોમાં એટીએમની સંખ્યા ખૂબ ઓછી છે.

BRICS દેશોમાં ભારત સૌથી પાછળ

IMF ના ડેટા અનુસાર BRICS દેશોમાં ATM ની સંખ્યાના મામલે સૌથી નીચે છે. 1 લાખ લોકો પર સૌથી વધુ ATM ની સંખ્યા 164 રૂસમાં, બીજા નંબર પર 107 ATMની સાથે બ્રાજીલ છે. ચીનમાં 81, દક્ષિણ આફ્રીકામાં 68 અને ભારતમાં 1 લાખ લોકો પર ATM ની સંખ્યા માત્ર 22 છે.

35.5 કરોડ લોકોને બેકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા

તેના પર ધ્યાન આપવાની જરૂર છે કે હાલમાં સરકારે લગભગ 35.5 કરોડ લોકોને બેકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. બેકિંગ સિસ્ટમ લોકો માટે બિલકુલ નવી છે. લોકો મોટાભાગે ફ્રોડનો શિકાર થાય છે. એવામાં સુરક્ષાનો સૌથી વધુ જરૂરી છે. પરંતુ પણ જરૂરી છે કે બેકિંગ સિસ્ટમને યોગ્ય રીતે જોડવામાં આવે અને ઓછામાં ઓછી કેશ કાઢવા માટે તેમને ATM જવાની જરૂર પડે.

(5:01 pm IST)