Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મુસ્લિમ સમાજને રમઝાન માસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદી

આવો આપણે મોહમ્મદ પૈગબંર સાહેબના જ્ઞાન અને કરૂણાને આગળ વધારીએ,

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર દેશના સમગ્ર મુસ્લીમ સમાજને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે મોહમ્મદ પૈગબંર સાહેબને યાદ કરતા જણાવ્યુ હતુ, કે તેમણે સંવાદિતા, દયા, અને દાનના મહત્વ પર ભાર મૂકતા કહ્યુ હતુ કે આવો આપણે મોહમ્મદ પૈગબંર સાહેબના જ્ઞાન અને કરૂણાને આગળ વધારીએ, આ જ પવિત્ર રમઝાન માસનો પણ આજ ગુણ છે, અને મુસ્લીમ સમાજ દેશ અને દુનિયા માટે એક આદર્શ સમાજ છે

(11:15 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST