News of Thursday, 17th May 2018

હવે બિહાર,ગોવા મેઘાલય અને મણિપુરમાં પણ વિપક્ષ કરશે સરકાર રચવાનો દાવો :મોટી પાર્ટી હોવા છતાં તક કેમ નહીં ?

બિહારમાં વિધાયકોની પરેડ કરાવાશે :ગોવામાં પણ કોંગ્રેસ દાવો કરશે :મણિપુર અને મેઘાલયમાં ગવર્નરને મળવા સમય માંગ્યો

  પટણાઃકર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા સૌથી મોટી પાર્ટી ભાજપને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાની અનુમતિ આપવાના ફોર્મ્યૂલા પર હવે દેશના ઘણા રાજ્યોમાં વિપક્ષ સરકાર રચવાનો દાવો કરશે. કર્ણાટકમાં એક સાથે આવેલા કોંગ્રેસ અને જેડીએસ ગવર્નરના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, બીજીતરફ ફોર્મ્યૂલા પર બિહાર, ગોવા બાદ હવે પૂર્વોત્તરના રાજ્યો મણિપુર અને મેઘાલયમાં પણ રાજકારણ ગરમાયું છે. ચારેય રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ગવર્નરને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે.

   બિહારની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉપસેલી આરજેડીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિધાનસભામાં પોતાના વિધાયકોની પરેડ કરાવશે.ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે રહેલી કોંગ્રેસ દાવો રજૂ કરવા રાજ્યપાલ પાસે જશે.જયારે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઈબોબી સિંહ અને મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા પણ પોત-પોતાના ગવર્નરને મળવા માટે સમય માગ્યો છે રાજ્યોમાં ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી રહ્યા બાદ પણ તેમની સરકાર બની નથી

   તેજસ્વીએ બિહારમાં પણ કર્ણાટકના રાજકારણના આધાર પર પોતાના વિધાયકોને પરેડ કરાવવા અને ધરણાં આપવાનો નિર્ણય કર્યો છે. તેજસ્વીએ કહ્યું કે, અમે કર્ણાટકમાં લોકતંત્રની હત્યાના વિરોધમાં શુક્રવારે એક દિવસ ધરણાં પર બેસીશું. તેમણે કહ્યું, અમે બિહારના રાજ્યપાલ પાસે બિહારમાં રાજ્ય સરકારના મુદ્દા પર વિચાર કરવા માટે કહ્યું છે. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી જે બિહારમાં આરજેડી છે.

   તેજસ્વીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, જો કર્ણાટકના રાજ્યપાલ કોંગ્રેસ અને જેડી(એસ) ગઠબંધન પાસે જરૂર મુજબની બહુમતી હોવા છતા જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે છે તો અમે રાષ્ટ્રપતિ પાસે માગણી કરીએ છીએ કે બિહારમાં બનેલી સરકારને નિલંબિત કરે અને રાજ્યપાલ બિહારની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવે.

   તેજસ્વીએ કહ્યું કે બીજેપીએ લોકતંત્રને ખતમ કરી દીધું છે અને વિધાયકોની ખરીદીને વધારો આપી રહી છે. તેજસ્વીએ લખ્યું કે, બીજેપી કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગને વધારો આપી રહી છે લોકતંત્રમાં એક ખતરનાક બાબત છે. તેમણે વધુમાં લખ્યું કે, ગજબ છે આમણે તો લોકતંત્રને ગાયબ કરી દીધું છે. લોકતંત્રનો મજાક બનાવી દીધો છે.

    કર્ણાટકમાં આવેલી મુશ્કેલી બાદ ગોવામાં પણ કોંગ્રેસ પોતાના વિધાયકોની પરેડ કરાવશે. કોંગ્રેસનું કહેવું છે કે ગોવામાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોંગ્રેસના સ્થાને બીજેપીને સરકાર બનાવવા માટે તક આપવામાં આવી અને હવે કર્ણાટકમાં બીજેપીની સરકાર બનાવવા માટે ઊંધું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે રાજ્યપાલને મળવા માટે સમય માગ્યો છે.

   ગોવામાં કોંગ્રેસના નેતા યતીશ નાઈકએ કહ્યું, 2017માં અમે 17 સીટો જીતી અને રાજ્યમાં અમે સૌથી મોટી પાર્ટી હતા, પરંતુ સરકારે 13 સીટો જીતનારી બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી છે આથી અમે અહીંયાં પણ રાજ્યપાલને કોંગ્રેસને બોલાવવા માટે અપીલ કરીશું.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં સૌથી વધારે સીટો કોંગ્રેસને મળ્યા છતા બીજેપીએ બાકીના દળો સાથે સાઠ-ગાઠ કરીને સરકાર બનાવવામાં સફળ રહી હતી. ગોવાના રાજ્યપાલે પણ કોંગ્રેસના બદલે અન્ય દળોના વિધાયકો સાથે બીજેપીને સરકાર બનાવવા માટે તક આપી. હવે કોંગ્રેસ ત્યાં પણ કર્ણાટકના આધારે દાવો રજૂ કરવા જઈ રહી છે.

(10:11 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST