News of Thursday, 17th May 2018

સાંગલીમાં 10 તોલાના સોનાના અસ્તરાથી દાઢી :લાગે છે લાંબી લાઈન :ચૂકવાય છે રૂ,200 :રામચંદ્ર કાશીદનું સલુન ચર્ચામાં

રામચંદ્રે સલૂનનું નામ પણ 'ઉસ્તરા 'રાખ્યું :કંઈક અલગ કરવાની ચાહનાએ સોનાનો અસ્તરો બનાવ્યો

 

મહારાષ્ટ્ર્ના સાંગલીમાં રામચંદ્ર કાશીદના એક નાનકડા સલુનમાં સોનાના અસ્તરાથી દાઢી કરવામાં આવે છે 18 કેરેટના 10 તોલા સોનાના અસ્તરાની કિંમત છે 3 લાખ રૂ. સલુનના માલિકે ખાસ અસ્તરો પુણેના એક કારીગર પાસે બનાવડાવ્યો છે

   સોનાના અસ્તરાથી દાઢી કરાવવા માટે રૂ,200 ચુકવવો પડે છે સલુનની બહાર લોકોની લાંબી લાઇન લાગે છે રામચંદ્ર કાશીદે પોતાના સલુનનું નામ પણ 'ઉસ્તરા' રાખ્યું છે.તેમણે જણાવ્યું છે કે સલુન તો જુનું હતું પણ એમાં કંઇક અલગ કરવાની ચાહના કારણે સોનાનો અસ્તરો બનાવવામાં આવ્યો હતો

   રામચંદ્ર જણાવે છે કે ત્રણ વર્ષના પ્રયાસ પછી તેણે પુણેના મિથુન રાણા પાસે દસ તોલાનો અસ્તરો બનાવ્યો. ખાસ અસ્તરાનું ઉદ્ઘાટન તેના માતા-પિતાની 33મી વેડિંગ એનિવર્સરીએ કરવામાં આ્વ્યું હતું. હાલમાં સાંગલી માર્કેટમાં રામચંદ્ર કાશીદના સલુનમાં દિવસેને દિવસે ભીડ વધી રહી છે અને લોકો પહેલાંથી એપોઇન્ટમેન્ટ લઇને હજામત કરાવવા આવે છે.

(10:10 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST