Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ફિરંગી દુલ્હને લગ્નના દિવસે જ આપી સરપ્રાઇઝ: દુલ્હાએ કર્યું ન ધાર્યું હોય એવું : વિડીયો કર્યો શેર

નવી દિલ્હી:લગ્નનો દિવસ દરેક યુવક અને યુવતી માટે ખાસ હોય છે નવદંપતીઓ દિવસે કોઈને કોઈ પ્લાનિંગ કરતા હોય છે.દરેક વ્યક્તિના દિલમાં પોતાના લગ્ન માટે કોઈને કોઈ અરમાન હોય છે.હાલમાં આવા એક લગ્ન વખતે ફિરંગી દુલ્હને એક ખાસ ડાન્સ કરીને દુલ્હાને સરપ્રાઇઝ આપીને પોતાના લગ્નને યાદગાર બનાવી દીધા છે

   યુ ટ્યૂબ પર @ladygypsyfilms એવી દુલ્હનનો વીડિયો શેયર કર્યો છે જેમાં દુલ્હને પોતાના લગ્નમાં સરપ્રાઇઝ ડાન્સ પર્ફોમન્સ કરીને દુલ્હાનું દિલ જીતી લીધું હતું. દુલ્હા માટે   ડાન્સ એક સરપ્રાઇઝ હતો. દુલ્હો ડાન્સ જોઈને એટલો ખુશ થઈ ગયો કે તેણે દુલ્હનને ઉંચકી લીધી હતી

  વીડિયો લેડી જિપ્સી વીડિયોગ્રાફર ટીમ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દુલ્હન સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની'ના 'નજર જો તેરી લાગી' અને 'ગોલિયોં કી રાસલીલા : રામલીલા'ના ગીત 'ધિનધડાક ધિન ધડાક' પર ડાન્સ કરી રહી છે

(12:11 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST