News of Thursday, 17th May 2018

મીડિયા સરકારના કાન-આંખ બનીને કામ કરે : ન્યુઝ વેબસાઇટ નિયંત્રીત કરવાની કોઇ યોજના નથી : ભારત સરકાર

નવી દિલ્હી : સૂચના અને પ્રસારણ મંત્રીનું પદ સંભાળવાની સાથે જ રાજયવર્ધનસિંહ રાઠોડે સ્પષ્ટ કર્યુ છે કે, સરકારનો મિડીયા પર નિયંત્રણ કરવાનો કોઇ ઇરાદો નથી. જો કે તેમણે મીડિયાને આત્મ અનુશાસન અપનાવવા માટે ભાર આપ્યો હતો કે, સરકારની સમાચાર પોર્ટલ અને મિડીયા વેબસાઇટ ઉપર નિયમન કરવાની કોઇ યોજના નથી.

સરકાર વિરૂધ્ધ  મિડીયાની ચર્ચાને નકારી કાઢતા તેમણુ કહયુ કે, તેમનું મંત્રાલય એ દિશામાં કામ કરશે. જયા મિડીયા ઇચ્છે તો સાર્વજનિક પ્રસારક પસાર ભારતી હોય કે ખાનગી ચેનલ તેઓ લોકોનો અવાજ બને. રાઠોરે પત્રકારોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી આ મુદ્દે સ્પષ્ટ છે કે, મિડીયા આપણા દેશ અને લોકતંત્રનો બેહદ મહત્વપુર્ણ સ્થંભ છે. આપણે સાથે મળીને સરકારના આંખ - કાન બનીને કામ કરવું જોઇએ.

ગયા મહિને મંત્રાલય દ્વારા આદેશ કરાયો હતો કે મિડીયા વેબસાઇટ અને ન્યુઝ પોર્ટલને અનુશાસિત કે નિયંત્રીત કરવા માટે નિયમ બનાવવા એક કમિટીની રચના કરાશે. આ સબંધે સવાલ પૂછવામાં આવતા રાઠોરે કહ્યુ કે, મને લાગે છે કે આ મુદ્દાની ખોટી રીતે સમજવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે પ્રસાર ભારતીને મજબૂત કરાશે અને બહેતર તથા જાણકારી પ્રદાન કરનારા કાર્યક્રમોને અગ્રીમતા અપાશે. યાદ રહે કે રાઠોરે સ્મૃતિ ઇરાનીની જગ્યાએ સૂચના પ્રસારણ રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) ની જવાબદારી સંભાળી છે. તેમની પાસે રમતગમત મંત્રાલયનો હવાલો પણ છે. ગયા મહિને મંત્રાલય દ્વારા ફેક ન્યુઝ અંગે બહાર પડેલા વિવાદિત પ્રેસ રિલીઝની પૃષ્ઠભુમિમાં આ ટિપ્પણી મહત્વની છે. મંત્રાલયના આ પગલાની મિડીયા સંગઠનો દ્વારા વ્યાપક ટીકા કરાઇ હતી અને વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ બાદ એ આદેશને પાછો ખેંચી લેવાયો હતો.

(4:29 pm IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST