Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જોસેફ મુદ્દે કોલેજિયમે કોઇ નિર્ણય ના કર્યો

જોસેફના નામની ભલામણ કરવા અંગે સુપ્રીમે આજે તેનો નિર્ણય ટાળી દીધો

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમ કોર્ટ તરફથી જસ્ટિસ જોસેફના મામલે આજે સુપ્રીમના કોલેજિયમની બેઠક મળી હતી, જેમાં તેમનું નામ ફરી મોકલવાના મુદ્દે કોઈ નિર્ણય થઈ શકયો ન હતો. આ અંગે સુપ્રીમે તેનો નિર્ણય હાલ મુલતવી રાખી દીધો છે.

સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે એમ. જોસેફના નામની ભલામણ કરવા અંગે સુપીમે આજે તેનો નિર્ણય ટાળી દીધો છે. જોસેફ હાલ ઉત્ત્।રાખંડના મુખ્ય ન્યાયાધીશ છે અને તેમના પ્રમોશન માટે તેમના નામની ભલામણ કોલેજિયમ દ્વારા પહેલાં કરવામાં આવી છે, પરંતુ કેન્દ્રએ તેમનું નામ પરત કોલેજિયમને મોકલી આપ્યું છે.

પાંચ દિવસમાં કોલેજિયમની આ બીજી બેઠક છે ત્યારે કોલેજિયમે અતિરિકત ન્યાયાધીશ ન્યાયમૂર્તિઙ્ગ રામચંદ્રસિંહ ઝાલાને રાજસ્થાન હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બનાવવા માટે તેમના નામની ભલામણ કરી છે. ૧૧ મેના રોજ અંતિમ બેઠકમાં કોલેજિયમે ન્યાયમૂર્તિ જોસેફને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવા માટે તેમના નામની ભલામણ કરી હતી અને તે અંગે સહમતી પણ દર્શાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ૧૦ જાન્યુઆરીએ જોસેફ અને ઈન્દુ મલ્હોત્રાના નામની ભલામણ સાથે મોકલાવી હતી, પરંતુ સરકારે માત્ર ઈન્દુ મલ્હોત્રાનું નામ જ મંજૂર કર્યું હતું અને જોસેફના નામ અંગે ફરી વિચારણા માટે કોલેજિયમને મોકલી આપ્યું હતું ત્યારે આજે મળેલી સુપ્રીમની બેઠકમાં જસ્ટિસ જોસેફ મુદ્દે સુપ્રીમના કોલેજિયમની બેઠક મળી હતી પણ તેમાં તેમના નામ અંગેઙ્ગ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

(4:27 pm IST)