Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ફેમિલી પેન્શન પર પરિણિત પુત્રીઓનો પણ હક

સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની એક અરજીની સુનાવણીમાં મહત્વનો ચુકાદો આપ્યો

નવી દિલ્હી, તા. ૧૭ :  પિતાના મૃત્યુ બાદ સરકાર પાસેથી મળતી ફેમિલી પેન્શનમાંથી પુત્રીઓને વંચિત રાખી શકાય નહીં કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણ (કેટે) આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ન્યાયાધિકરણના સભ્ય કે એન. શ્રી વાસ્તવે મમતા દેવીના હકમાં ચુકાદો આપીને આ ટીપ્પણી કરી છે ન્યાયાધિકરણે રેલ્વેને આદેશ આપ્યો છે કે તેઓ અરજીકર્તાને તે દિવસથી ફેમીલી પેન્શન આપે જયારથી બંધ કરવામાં આવ્યું છે ન્યાયાધિકરણે રેલવેના ર૦૧૬ના આદેશને રદ કરી દીધી છે. તેના હેઠળ વર્ષ ર૦૧૩માં કાયદામાં કરેલા સંશોધન બાદ અરજીકર્તાને મળતી ફેમિલી પેન્શનને બંધ કરી દીધું હતું. ન્યાયાધિકરણે કહ્યું છે કે કાયદામાં સંશોધનના પણ વર્ષ બાદ અરજીકર્તાને મળતુ પેન્શન રદ કરવી એ એકતરફી કાર્યવાહી છે.

ફિરોઝાબાદ નિવાસી મમતાના પિતા લીમસેન રેલ્વેમાં વર્ષ ૧૯૭૮થી ગેંગમેનની નોકરી કરી રહ્યા હતા. વર્ષ ર૦૦પમાં તેઓનું મૃત્યુ થઇ ગયું તેના મૃત્યુના અંદાજે ત્રણ વર્ષ બાદ જાન્યુઆરી ર૦૦૮ થી મમતા તેમજ તેના બે ભાઇઓને ફેમિલી પેનશન મળવા લાગી આ બધાની વચ્ચે પેન્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો તેના અંદાજે ત્રણ વર્ષ બાદ રેલ્વેના નિયમોમાં હવાલો આપીને મમતાની પેન્શન બંધ કરવામાં આવી.

(4:08 pm IST)