Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

અલ્લારખાના બંન્ને 'આકા'ઓ દાઉદના ખાસમખાસ

ગાંધીધામમાંથી ઝડપાયેલ ઉગ્રવાદીને સામાન્ય સમજવાની ભૂલ કરવા જેવી નથી : અલ્લારખાના બોસનો બોસ ફારૂક ૧૭ વર્ષથી વોન્ટેડઃ સુરતમાં આરડીએકસ લાવેલઃ રાજકારણીઓ વિગેરેની કત્લેઆમનો ઇરાદો હતો : આકા નં. ર મીરઝા ફઝલ પણ મોટી માયાઃ દુબઇથી ઝડપાયેલ ફારૂકનો ભત્રીજો છેઃ પાકિસ્તાનમાં જાસુસની તાલીમ મેળવી છે

રાજકોટ, તા., ૧૭: સરહદી વિસ્તાર કચ્છ બોર્ડર જેવા સંવેદનશીલ વિસ્તારના ગાંધીધામમાંથી મુંબઇ એટીએસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આતંકવાદી પ્રવૃતિઓ તથા બોર્ડર વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલો સંદર્ભે ઝડપી લીધા બાદ અલ્લારખા મુંબઇમાં પકડાયેલ મીરઝા ફઝલનો ગુરદો હોવાનું ખુલતા જ ગુજરાત પોલીસના કાન સરવા થઇ ગયા છે. આ ઘટનાને પગલે રાજયભરમાં એલર્ટના આદેશો પણ અપાઇ ગયા છે. ત્યારે સવાલ એ થાય કે આ અલ્લારખા કે મીરઝા છે કોણ ?

અલ્લારખાને સામાન્ય ઉગ્રવાદી સમજવાની ભુલ કરવા જેવી નથી કે જેની સાથે જોડાયેલ છે તેઓ મીરઝા ફઝલ અને મીરઝાથી ચાર ચાસણી ચઢે તેવા દાઉદ અને શકીલના ખાસમખાસ ફારૂક દેવડીવાલાનો એજન્ટ છે.

ગુજરાત અને મુંબઇની એટીએસની રજુઆત આધારે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ કાઢી મૂળ મુંબઇના વતની એવા ફારૂક અબ્દુલ્લાને દુબઇમાંથી ઝડપી લીધો હતો.

૧૭-૧૭ વર્ષથી સુરત પોલીસ રજીસ્ટરે વોન્ટેડ એવો આ ફારૂક દેવડીવાલા ડોન દાઉદ અને છોટા શકીલનો ખાસમખાસ હોવાનું કહેવાય છે. સુરતમાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકા કરવા માટે ફારૂક બે કિલો જેટલું આરડીએકસ  સુરત લાવેલો. આ ઘટનામાં સુરતની ક્રાઇમ બ્રાન્ચે દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ સહિત જે સાત શખ્સો સામે એફઆઇઆર નોંધેલ તેમાં ફારૂક દેવડીવાલાનો પણ સમાવેશ હતો. હવે આ ફારૂક કેટલો ખતરનાક હોઇ શકે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. ફારૂકનો ઇરાદો સુરતમાં ભયાનક વિસ્ફોટ દ્વારા સામાન્ય પ્રજાની સાથોસાથ ચોક્કસ રાજકારણીઓને પણ પરધામ પહોંચાડવાનો હેતુ હોવાનો જે તે સમયે ફારૂક નીચલી અદાલતમાં ફાવી ગયેલ. પરંતુ રાજય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરેલ,  જે હાલ પેન્ડીંગ છે.

ફારૂક વિષે વધુ જણાવીએ તો ર૦૦૩ માં ગુજરાતમાં પાકિસ્તાની જાસુસ સંસ્થા આઇએસઆઇએ જે જાસુસી માયાજાળ ફેલાવેલ તેમાં પણ તેની મહત્વની ભુમીકા હતી. ર૦૦૧ થી અર્થાત ૧૭ વર્ષથી વોન્ટેડ છે. જામનગરના ઉદ્યોગપતિની હત્યા માટે આવેલ શાર્પશુટર પણ ફારૂકના ઇશારે આવ્યાની ચર્ચાઓ છે.

 અલ્લારખાનો તત્કાલીન બોસ મીર્ઝા ફઝલ પણ ફારૂક દેવડીવાલાનો ભત્રીજો છે. ફારૂકે દુબઇ બેઠા-બેઠા ફૈઝલ મીર્ઝાને પાકિસ્તાનમાં ત્રાસવાદી તાલીમ કેમ્પમાં તાલીમ માટે મોકલેલ. આ ફૈઝલ મીર્ઝા અંગે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા દ્વારા ચાલતા ટેકનીકલ સર્વેલન્સમાં ફૈઝલ રડારમાં આવી જતા મુંબઇ એટીએસને સતર્ક કરતા એટીએસે તેને ઝડપી લીધો હતો. ફૈઝલની પુછપરછમાં અલ્લારખા વિષે કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવતા જ મહારાષ્ટ્ર  એટીએસે તેને કચ્છ સરહદના ગાંધીધામ ખાતેથી આબાદ ઝડપી લીધો છે. ટુંકમાં કહીએ તો અલ્લારખા કોઇ સામાન્ય શખ્સ નહિ અસામાન્ય આકાઓનો નજીકનો સાથી છે.

(4:08 pm IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST