News of Thursday, 17th May 2018

ટીસ્કોનું તોતીંગ રીઝલ્ટ છતાં પ ટકા તૂટયો : ઇન્ડેક્ષ ૧ર૦ પોઇન્ટ ડાઉન

આગેવાન બ્રોકરો ટાટા સ્ટીલનું પરિણામ બજારની અપેક્ષા પ્રમાણે ન હોવાનું કહે છે

રાજકોટ, તા. ૧૭ : કર્ણાટકનો મામલો સુપ્રીમ કોર્ટમાં જતા અને કાલે ભાજપ પાસે બહુમતિ અંગે યાદી માંગી હોય બજારમાં આજે ઉપરથી ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. બપોરે રાા વાગ્યે ઇન્ડેક્ષ ૧ર૦ ડાઉન સાથે ૩પર૭૦ તથા નીફટી ૩૩ ડાઉન સાથે ૧૦૭૦૮ હતી. બજારમાં ૧૦૦ થી ૧રપ પોઇન્ટની વધઘટે અથડાયેલુ જોવા મળ્યું હતું.

દરમિયાન ગઇકાલે સ્ટીલ જાયન્ટ ટાટા સ્ટીલનું તોતીંગ પરિણામ અને તોતીંગ નફો આવ્યો છતાં આજે પ ટકા તૂટી ૬૩ર વાળો શેર ૬૦ર સુધી નીચે ધસી ગયો હતો. બપોરે રાા વાગ્યે ૬૦૮ આસપાસ હતો, આગેવાન બ્રોકર ટાટા સ્ટીલનું પરિણામ બજારની અપેક્ષા પ્રમાણે ન હોવાનું કહી રહ્યા છે, જોકે આજે બ્રોકરો ટાટા સ્ટીલનો શેર સુધરી જશે, ભાવ પ૦૦થી નીચે નહીં જાય તેમ અપેક્ષા રાખી રહ્યા છે.

(4:07 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST