Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જેઠમલાણી પણ કોંગ્રેસ સાથેઃ સુપ્રિમમાં પહોંચ્યા

વજુભાઇ વાળાના નિર્ણય સામે સુપ્રિમમાં 'રામ' ની અરજી

નવી દિલ્હી તા.૧૭: કર્ણાટકની રાજય લડાઇમાં હવે વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી પણ કુદી પડયા છે. રામ જેઠમલાણી એ કર્ણાટકના રાજયપાલ દ્વારા ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપવા વિરુધ્ધ સુપ્રિમનો દરવાજો ખટખટાવ્યો છે જેઠમલાણી એ રાજયપાલના નિર્ણયને સંવૈધાનિક શકિતનો

ઘોર દુરપયોગ ગણાવ્યો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની નેતૃત્વવાળી પીઠે તાત્કાલીક સુનાવણી માટે દાખલ કરેલી જેઠમલાણીની અરજીપર વિચાર કર્યો અને કહયું કે આજે કર્ણાટક મામલાની સુનાવણી કરતી ત્રણ સભ્યોની સ્પેશ્યલ બેંચ આવતી કાલે તેના પર સુનાવણી કરશે.

રામ જેઠમલાણીએ કર્ણાટક રાજયપાલના નિર્ણય વિરુધ્ધ સુપ્રિમમાં મામલો ઉઠાવીને કહયું કે, હુંઆ મામલે વ્યકિતગત રીતે મારો પક્ષ રાખવા માગું છું. તેના પર કોર્ટે ધ્યાન આપવું જોઇએ હું વ્યકિતગત રીતે આવ્યો છું કોઇ પક્ષ તરફથી નહિ તેના પર ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહયું કે આ મામલો જસ્ટિસ એ કે સિકરીની નેતૃત્વવાળી બેંચ સંભાળી રહી છે ત્યારબાદ જેઠમલાણીએ કોર્ટની બહાર નિકળીને રાજયપાલ ના આદેશને સંવૈધાનિક અધિકારનો દુરુપયોગ ગણાવ્યો.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારની રચના થઇ ગઇ છે પરંતુ તેના પર વિવાદ સતત ચાલુ છે જોકે કોર્ટે રાજયપાલના નિર્ણય પર રોક લગાવાનો ઇન્કાર કરી દીધો હતો. અને આજે યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

(3:23 pm IST)