News of Thursday, 17th May 2018

અમરનાથ માટે 1,70 લાખ યાત્રીઓની નોંધણી : 20મી જૂનથી યાત્રાનો પ્રારંભ

પદયાત્રા માટે ૧.૩૯ લાખ અને ૨૮,૫૧૬ યાત્રીઓ હેલિકોપ્ટર માર્ગે યાત્રા માટે અને ૨૧૨૨ વિદેશીયાત્રીઓ પણ નોંધાયા

નવી દિલ્હી :દક્ષિણ કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથ માટે અત્યાર સુધીમાં ૧.૭૦ લાખ યાત્રીઓની નોંધણી થઈ ચૂકી છે અને હાલ પણ નોંધણી ચાલુ છે.અધિકારીઓના મતે ૧.૩૯ લાખ યાત્રીઓને પદયાત્રા રૂટ માટે નોંધાયા છે. ૨૮,૫૧૬ યાત્રીઓ હેલિકોપ્ટર માર્ગે યાત્રા માટે નોધાયા છે. જ્યારે ૨૧૨૨ વિદેશીયાત્રીઓ અને નોંધણી કરાવી છે.

  આ વખતે ૨૦ દિવસ લાંબી છે જે ૨૮મી જૂને ચાલુ થઈને ૬૦ દિવસ સુધી ચાલશે અને ૨૬ ઓગસ્ટ અને રક્ષાબંધને દિવસે પૂર્ણ થશે. યાત્રીઓની નોંધણીનું કાર્ય ૧ માર્ચથી ચાલુ કરાયું હતું.

   દેશભરમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અને યસ બેંકની દેશભરની ૪૪૦ શાખાઓમાં યાત્રીઓની નોંધણી ચાલુ છે. ૧૩ વર્ષથી નીચેની અને ૭૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓની નોંધણી થતી નથી. તમામ યાત્રી માટે ‘હેલ્થ સર્ટિફિકેટ’ હોવું જરૂરી છે. હેલિકોપ્ટરની એડવાન્સ ટિકિટની નોંધણી ૨૭ એપ્રિલથી ચાલુ છે જ્યારે યાત્રાના ગાળા દરમ્યાન ‘ઓન ધ સ્પોટ’ નોંધણી માટે જમ્મુમાં વૈષ્ણવીધામ, સરસ્વતીધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન, રામમંદિરે વ્યવસ્થા કરાઈ છે.

(1:48 pm IST)
  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST