News of Thursday, 17th May 2018

વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ પ્યોન્ગયોન્ગ પહોંચ્યા : 20 વર્ષ બાદ પહેલીવાર ભારતીય મંત્રી ઉત્તર કોરિયાની મુલાકાતે

ઉત્તર કોરીયા સાથે ભારતના સબંધોમાં આગામી દિવસોમાં મોટુ પરિવર્તન આવી શકે છે. વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ પ્યોેંગયોંગ પહોંચ્યા છે. સિંહ ઉત્તર કોરીયા જનાર ભારતના પ્રથમ વિદેશ રાજ્યમંત્રી છે. તેમજ છેલ્લા ૨૦ વર્ષમાં ઉત્તર કોરીયાની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય મંત્રી છે. આગામી ૧૨ જુનના રોજ સિંગાપુર ખાતે ઉત્તર કોરીયાના સમુખ્યત્યાર કીમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત યોજનાર છે ત્યારે વીકેસિંહની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાય છે .

(1:10 pm IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST