Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સેંસેક્સ ૨૩૯ પોઇન્ટ ઘટી ૩૫,૧૪૯ની સપાટી ઉપર

શેરબજારમાં અવિરત મંદીનું મોજુ અકબંધ : નિફ્ટી ઘટીને ૧૦૬૮૩ની સપાટીએ : કર્ણાટકમાં ભાજપ બહુમતિ સાબિત કરી શકશે કે કેમ તેને લઇને આશંકાઓ

મુંબઇ,તા. ૧૭ : શેરબજારમાં આજે પણ મંદીનુ મોજુ રહ્યુ હતુ.નવેમ્બર ૨૦૧૪ બાદથી તેલ કિંમતો તેની સર્વોચ્ચ ઉંચી સપાટી પર છે. બ્રેન્ટ ક્રુડની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલની સપાટી ઉપર પહોંચી ગઈ છે. ઇરાન સાથે ખેંચતાણના પરિણામ સ્વરુપે સપ્લાયને પણ ચિંતા પ્રવર્તી રહી છે. બીએસઈ સેંસેક્સ આજે ૨૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૧૪૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઘરઆંગણે કર્ણાટક કટોકટીને લઇને ચિંતા જોવા મળી રહી છે. કર્ણાટકમાં ભાજપ બહુમતિ સાબિત કરી શકશે કે કેમ તેને લઇને શંકા પણ કારોબારીઓમાં જોવા મળી રહી છે. યેદીયુરપ્પા પાસે બહુમતિ સાબિત કરવા ૧૫ દિવસનો સમય રહ્યો છે. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં ૫૭ ટકાનો વધારો થયો હતો. માઈક્રો મોરચા પર રિટેલ ફુગાવોના આંકડો આજે જારી કરવામાં આવી રહ્યો છે. એપ્રિલ મહિનામાં પ્રથમ વખત તેમાં વધારો થયો છે. ચાર મહિનામાં પ્રથમ વખત રિટેલ ફુગાવો વધી ગયા બાદ રિઝર્વ બેંકને આગામી મહિનાની તેની નાણાંકીય નીતિ સમીક્ષામાં આ સંદર્ભમાં ધ્યાન આપવું પડશે. એશિયન બજારમાં સ્થિરતા રહી હતી. યુરો પાંચ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. ગઇકાલેે પણ શેરબજારમાં મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૬ પોઇન્ટ ઘટીને ૩૫૩૮૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૧ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ માટે વૈશ્વિક ઘટનાક્રમ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને જવાબદાર ગણવામાં આવે છે. અશોલ લેલેન્ડ, બજાજ ઓટો, દાલમિયાં ભારત, ડેન નેટવર્કના પરિણામ ૧૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે.  છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે.  ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા ડબલ્યુપીઆઈ ફુગાવો હતો જે વધીને હવે ૩.૧૮ ટકા થઇ ગયો છે. શાકભાજી ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે.હાલમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડબલ્યુપીઆઈ ફુગાવો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા.કઠોળ, શાકભાજી અને ઘઉં તેમજ ઇંડાની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત પણ થઇ છે. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે. મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ફુગાવો વધીને ૩.૧૧ ટકા રહ્યો છે. જે એક મહિના પહેલાના ગાળામાં ૩.૦૩ ટકા હતો. ઇંડા, ફિશ માટેના ફુગાવામાં પણ ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ ફુગાવામાં વધ્યા બાદ આરબીઆઈ અને સરકારને રાહત મળી શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો વધતાં આરબીઆઈ અને સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશભરમાં હાઈસ્પીડ ડિઝલની કિંમતમાં એપ્રિલમાં વધારો થયો હતો. એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં ૯.૪૫ ટકાનો વધારો થયો હતો. જે માર્ચ મહિનામાં ૨.૫૫ ટકાનો વધારો હતો.એલપીજીની કિંમતમાં ૧૧ ટકાના દરે ઘટાડો થયો  હતો.

(7:18 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST