News of Thursday, 17th May 2018

સરકારી ખાતા આપસના આર્થિક વિવાદને કોર્ટમાં પડકારી નહીં શકે

સરકારે આ માટે નવી યંત્રણાની જાહેરાત કરી

નવી દિલ્હી તા. ૧૭ : સરકારે સરકારી ખાતાં અને જાહેર ક્ષેત્રનાં ઉપક્રમો વચ્ચેના આર્થિક વિવાદ ઉકેલવા નવી યંત્રણા બુધવારે જાહેર કરી હતી. આવા વિવાદમાં તેઓ અદાલતમાં જઇ નહિ શકે અને કેબિનટ સેક્રેટરીનો નિર્ણય અંતિમ ગણાશે. આમ છતાં, રેલવે, આવકવેરા વિભાગ, કસ્ટમ્સ અને આબકારી જકાત વિભાગને લગતા આર્થિક વિવાદને આ નવી સૂચનામાંથી બાકાત રખાયા છે.

અહીં સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે સરકારી ખાતાં અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો વચ્ચેના આર્થિક વિવાદ ઝડપી ઉકેલવા માટે બે સ્તરની સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરાશે અને આવા વિવાદ અદાલતની બહાર જ ઉકેલવા પડશે. પ્રથમ તબક્કામાં આવા વિવાદ જે મંત્રાલયોની વચ્ચે હશે તેઓના સચિવો અને કાનૂની સચિવનો સમાવેશ કરતી સમિતિને મોકલાશે.

જે બે મંત્રાલય વચ્ચે આર્થિક વિવાદ હોય તેઓના નાણાકીય સલાહકારો પોતાના મંત્રાલય વતી આ સમિતિ સમક્ષ રજૂઆત કરશે. જો આવો વિવાદ એક જ મંત્રાલયના બે વિભાગ વચ્ચે હોય તો તેની સુનાવણી કરનારી સમિતિમાં સંબંધિત મંત્રાલયના સચિવ, કાયદા સચિવ અને પબ્લિક એન્ટરપ્રાઇઝીસ વિભાગના સચિવ રહેશે. આવા કિસ્સામાં મંત્રાલયના આર્થિક સલાહકાર અને સંયુકત સચિવ દ્વારા રજૂઆત કરાશે.

આ વિવાદ સમિતિ દ્વારા નહિ ઉકેલાય તો બીજા તબક્કામાં તે કેબિનેટ સેક્રેટરીને મોકલાશે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે. પ્રથમ તબક્કામાં વિવાદ ત્રણ મહિનામાં જ ઉકેલવો પડશે.

(11:49 am IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST