News of Thursday, 17th May 2018

સંરક્ષણ સંદેશવ્યવહાર નેટવર્ક માટે ૨૪,૦૦૦ કરોડ ફાળવાયા

સડેલા અનાજ, બટાટામાંથી ઇથેનોલ બનાવી પેટ્રોલમાં ભેળવાશેઃ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીની નવરચનાને મંજૂર

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્ર સરકારે બુધવારે સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્ક માટેની રકમની ફાળવણીમાં બમણાથી વધુનો વધારો કરીને રૂપિયા ૨૪,૬૬૪ કરોડ કરી હતી.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે નેટવર્ક ફોર સ્પેકટ્રમ (એનએફએસ) પ્રોજેકટ માટેની રકમમાં રૂપિયા ૧૧,૩૩૦ કરોડનો વધારો કરાયો છે.સરકારે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવાના હેતુસર નાની સિંચાઇ યોજના માટે રૂપિયા ૫,૦૦૦ કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી.

સડેલા અનાજ, બટાટા, મકાઇ અને બીટમાંથી ઇથેનોલ બનાવીને તેને પેટ્રોલમાં ભેળવીને ચાલુ વર્ષે ઇંધણની આયાતમાં રૂપિયા ૪,૦૦૦ કરોડનો ઘટાડો કરવાની રાષ્ટ્રીય નીતિને પ્રધાનમંડળે બહાલી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં અખાદ્ય તેલીબિયાંમાંથી બાયો-ડીઝલ અને કાકવી (મોલાસીસ)માંથી બાયો-ઇથેનોલને ફર્સ્ટ જનરેશન (વન-જી)નું બાયો-ફયુઅલ તેમ જ નગરપાલિકાના ઘન કચરામાંથી સેકધડ જનરેશન (ટૂ-જી)નું ઇંધણ બનાવાશે.

આ ઉપરાંત, બાયો-સીએનજી જેવા ઇંધણને થર્ડ જનરેશન (થ્રી-જી) ઈંધણ ગણવામાં આવશે.

મેટ્રો ટ્રેનના નેટવર્કને નોએડા સિટી સેન્ટરથી ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદની સીમાડે આવેલા સેકટર-૬૨ સુધી લંબાવવા માટેના રૂપિયા ૧,૯૬૭ કરોડના રોકાણને મંજૂરી અપાઇ હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીના હોદ્દેદારો પરના ભ્રષ્ટાચારના આરોપને પગલે આ પરિષદની નવેસરથી રચના કરવા માટેના વટહુકમને કેન્દ્રના પ્રધાનમંડળે બહાલી આપી હતી.

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સંરક્ષણ સેવાના વૈકલ્પિક સંદેશવ્યવહાર નેટવર્કનું કામ ૨૪ મહિનામાં કામ પૂરું કરાશે.

નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ ('નાબાર્ડ') હેઠળ ભેગા કરવામાં આવનારા ભંડોળમાંથી રાજયોને નાની સિંચાઇ યોજના માટે ઓછા વ્યાજદરે નાણાં અપાશે.(૨૧.૭)

(11:48 am IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST