Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મહારાષ્ટ્રમાં ૩૬૦૦૦ ખાલી પડેલ જગ્યા ભરવા સરકારની મંજૂરી

મુંબઈ તા. ૧૭ : ખાસ કરીને ગ્રામીણ વિકાસ તથા ખેતીવાડી સહિતના રાજય સરકારના વિવિધ વિભાગમાં ખાલી પડેલી ૩૬,૦૦૦ જગ્યાની ભરતી કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે લીલીઝંડી આપી હોવાનું જણાવાયું હતું.

આગામી બે વર્ષના સમયગાળા દરમિયાન સરકારી વિભાગમાં ખાલી પડેલી લગભગ ૭૨૦૦૦ જગ્યાની ભરતી કરવામાં આવશે એમ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી. આ જાહેરાતના ભાગરૂપે રાજય સરકાર પ્રથમ તબક્કામાં લગભગ ૩૬૦૦૦ ખાલી પડેલી જગ્યાની ભરતી કરશે, એમ મુખ્ય પ્રધાનની ઓફિસની અખબારી યાદીમાં જણાવાયું હતું.

આ ભરતી કરવાનો મુખ્ય ઉદ્દેશ તો ગ્રામીણ વિસ્તારની વ્યવસ્થાનો વિકાસ તથા મજબૂત કરવાનો છે, એમ યાદીમાં જણાવ્યું હતું.

ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ સાધવા માટે ખાસ કરીને ગ્રામીણ વિકાસ સહિત ખેતીવાડી ક્ષેત્રમાં પ્રાથમિકતા આપવાની છે, જેમાં ગ્રામીણ વિસ્તારના જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા સુધારવા તથા ખેડૂતોના જનજીવન-રહેણીકરણી સુધારવાનો લક્ષ્યાંક છે. આ ખાલી પડેલી જગ્યાની ભરતી કરવાથી સરકારી પ્રશાસનની કામગીરી કરવામાં વધારે સરળતા ઊભી થશે, એવું ઉમેરતા વધુમાં જણાવ્યું હતું કે નવી ભરતીથી ખેતીવાડી ક્ષેત્રે તથા ખેડૂતોની સરકારી યોજનાઓનો લાભ આપવાનું વધુ ઝડપી બનશે. પ્રથમ તબક્કા હેઠળની કુલ ૩૬૦૦૦ ભરતીમાંથી સૌથી પહેલા ૧૧૦૦૫ જેટલી ભરતી ગ્રામીણ વિકાસ વિભાગ, ૧૦,૫૬૮ આરોગ્ય, ૭૧૧૧ ગૃ વિભાગ, ૨૫૭૨ કૃષિ સહિત અન્ય બાકી જગ્યાની ભરતી માટે એનિમલ હસ્બન્ડરી, પીડબલ્યુડી, વોટર કધઝર્વેશન તથા અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.(૨૧.૬)

 

(11:47 am IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST