News of Thursday, 17th May 2018

કર્ણાટક કોંગ્રેસમાં બળવાની સ્થિતિ

પરાજિત સ્પીકર કે.બી. કોલવાડે કહ્યું- સિદ્ધારમૈયાને પક્ષમાંથી દૂર કરો, પરાજય માટે એ જવાબદાર છે

બેંગ્લોર, તા. ૧૭ : કર્ણાટકનું કોકડું સુપ્રિમમાં છે ત્યારે કોંગ્રેસના પરાજયનો દુઃખાવો વધારે તીવ્ર બન્યો છે. કર્ણાટક ધારાસભાના સ્પીકર અને દિગ્ગજ કોંગી નેતા કે.બી. કોલવાડે સિદ્ધારમૈયા સામે મોરચો ખોલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સિદ્ધારમૈયાએ કોંગ્રેસને મોટું નુકસાન કર્યું છે એ જેડીએસના રિર્જક્ટ નેતા છે, સિદ્ધારમૈયાને પક્ષમાંથી દૂર કરવા જોઇએ.

શ્રી કોલવાડ ચૂંટણી હારી ગયા છે. તેમની સાથે અનેક કોંગી નેતા રાહુલ ગાંધીને મળવા જનાર છે.

(11:44 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST