Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ર૪ કલાકમાં ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરોઃ સુપ્રિમનો ભાજપને આદેશ

સમર્થક ધારાસભ્યોનું લીસ્ટ કાલે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં આપવા આદેશઃ યેદિયુરપ્પાની ખરી 'પરીક્ષા' શરૂ

નવી દિલ્હી, તા. ૧૭ : કર્ણાટકનો રાજકીય જંગ કાનૂની જંગમાં પલટાયો છે. એક બાજુ યેદિયુરપ્પાના શપથ ચાલતા હતાં ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સુપ્રિમે શપથવિધિ સામે સ્ટે નથી આપ્યો, પરંતુ ભાજપને સમર્થન ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયપાલને ભાજપે આપેલા સમર્થન પત્રને પણ રજૂ કરવા કહ્યું છે. આ અંગે આવતીકાલે-શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે સુનાવણી થશે, તેમ અહેવાલમાં જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટે આજે કર્ણાટકમાં ભાજપને થોડા સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત રાત્રી બાદ સુપ્રિમ કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં ભલે કોર્ટે શપથગ્રહણ અટકાવવાનો ઇન્કાર કર્યો હોય પરંતુ તેની સાથે કોર્ટે ભાજપ પાસે ધારાસભ્યોની યાદી પણ માંગી છે અને યેદિયુરીયાએ લખેલા બે પત્રોની નકલ માંગી છે.

રાજયપાલને આપવામાં આવેલ સમર્થનનો પત્ર પણ સુપ્રિમે માંગ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં આજે સવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીનું પરીણામ મંગળવારે જ આવી ગયું હતું. પરંતુ ત્યાર બાદથી અહી રાજકારણના સમીકરણ ઝડપથી બદલાઇ રહયા છે. ભાજપે ર સુધીમાં ધારાસભ્યોનું લીસ્ટ આપવું પડશે.

બુધવારની સાંજે જ રાજયપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું હતું. જે પછી સુપ્રિમમાં રાત આખી કાનુની આટાપાટા ખેલયા અને સુપ્રિમે શપથવિધિ અટકાવવા ઇન્કાર કરતા આજે સવારે યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા.

સુપ્રિમ કોર્ટની જસ્ટીસ એ.કે.સીકરી, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ.એે.બોબડે બેન્ચ સમક્ષ સુનાવણી ચાલુ છે.

દેશના ઇતિહાસમાં પહેલી વખત રાજકીય પક્ષે અડધી રાત્રે સુપ્રિમ કોર્ટ ખુલી. કોંગ્રેસની અરજી પર કર્ણાટકમાં યેદિયુરપ્પાને શપથ લેતા અટકાવવા માટે રાત્રે ર વાગ્યે ત્રણ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી જે સવારે ૪.૩૦ વાગ્યા સુધી ચાલી. કોર્ટે યેદિયુરપ્પાની શપથવિધિ પર સ્ટે આપ્યો નથી અને તમામ પક્ષકારોને નોટીસ આપી છે.

કોંગ્રેસ અને જેડીએસ તરફથી અભિષેકનું મનુ સિંઘવી, સરકાર તરફથી એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ભાજપ તરફથી ભુતપુર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પક્ષ રજુ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યાકુબ મેમણની ફાંસી પર સુનાવણી કરવા માટે સુપ્રિમ કોર્ટ રાત્રે ૩ વાગ્યે ખુલી હતી.

સતાની ખેંચતાણ માટે કોર્ટના તાળા ખોલાવ્યા હતા. છેલ્લા ૪૦ કલાકથી ચાલી રહેલ સસ્પેન્સનો બુધવારે સાંજે અંત આવ્યો. પરંતુ મધ્યરાત્રીએ તેમાં ટવીસ્ટ આવી ગયો હતો. રાજયપાલ વજુભાઇ વાળાએ સૌથી મોટો પક્ષ તરીકે ભાજપના યેદિયુરપ્પાને સરકાર રચવા નિમંત્રણ આપેલ.

ગઇકાલે રાત્રે સવા વાગ્યાથી આજે વ્હેલી સવાર સુધી સુનાવણી ચાલુ રહી હતી.

સુપ્રીમમાં મોડી રાત્રે કાનૂની જંગ

ભાજપ સરકાર તરફથી ઉપસ્થિત ટોચના ધારાશાસ્ત્રો

.   શ્રી કે.કે. વેણુગોપાલ -  એડવોકેટ જનરલ

.   શ્રી મનિન્દર સીંધ (એએસજી)

.   શ્રી તુષાર મહેતા (એએસજી)

.   શ્રી રજત નાયર

.   શ્રી પ્રભાસ બજાજ

.   શ્રી કનુ અગ્રવાલ

.   શ્રી મનન પોપલી

.   શ્રી મોહિત જવામ્બ

.   શ્રી મુકુલ રોહતગી

.   સુશ્રી દેવાંશી સિંધ

.   શ્રી નિખિલ રોહતગી

સુપ્રીમમાં મોડી રાત્રે કાનૂની જંગ

કોંગ્રેસ-જેડીએસ તરફથી ધુરંધર ધારાશાસ્ત્રીની ફોજ

.   ડો. અભિષેક મનુ સીંધવી

.   શ્રી એ.જી. ચૌધરી

   (સીની. એડવો.)

.   શ્રી પ્રશાંત કુમાર

.   શ્રી દેવદત કામત

.   ડો. સૈફ મેહમૂદ

.   શ્રી અમીત ભંડેરી

.   શ્રી એલ. નિધીરાત એસ.

.   શ્રી જાવેદુર રહેમાન

.   શ્રી રાજેશ ઇનામદાર

.   શ્રી આદિત્ય ભટ્ટ

.   શ્રી ગૌતમ તાલુકદાર

.   શ્રી હરેન્દ્ર નીલ

.   શ્રી વરૂણ કે. ચોપવા

.   સુશ્રી સુમિતા ચૌધરી

.   શ્રી આર.એચ.જે. સિકંદર

(11:43 am IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • બીટકોઈન તોડ મામલો: CID ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી: નલિન કોટડીયા વિરુદ્ધ લુકાઆઉટ નોટિસ જારી: દેશભર ના એરપોર્ટને જાણ કરાઈ: નલિન કોટડીયાની મિલકત પણ કરાશે જપ્ત: બીટકોઈન કેસ માટે રચાયેલ SIT ની મળી મેગા મિટિંગ: CID ક્રાઇમના DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં મળી મિટિંગ: DIG, SP, 2 DYSP, 2 PI, PSI અને સાયબર એક્સપર્ટ મિટિંગમાં હાજર: નવી એફ આઈ આર નોંધવા માટે ઘડાઈ રણનીતિ: ટૂંક સમયમાં CID કરી શકે છે નવો ધડાકો:નલિન કોટડીયા ના લોકેશન માટે પણ કરાઈ ચર્ચા access_time 12:19 am IST

  • શપથ લેવા રાજભવન જઇ રહેલ યેદિયુરપ્પાના કાફલાને રોકવાનો અને હુમલાનો પ્રયાસઃ મોટો ખળભળાટઃ સંજયનગર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ આ કાફલા પર હુમલો કર્યો : (ઝી ન્યુઝનો અહેવાલ) access_time 10:57 am IST