Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી રામ માધવના માતુશ્રીનું નિધન

નવી દિલ્હી : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય મહામંત્રી શ્રી રામ માધવના માતુશ્રી જાનકીદેવીનું ગઇકાલે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આજે હૈદ્રાબાદ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(11:38 am IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST