News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં વજુભાઇની ભૂમિકા ચાવીરૂપ બની : અકિલાએ ર૦ દિ' પહેલા વર્તારો આપેલ

રાજકોટ, તા. ૧૭ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગના સર્વેના તારણ મુજબ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. એક તરફ ભાજપ અને બીજી તરફ કોંગ્રેસ-જે.ડી.એસ.ના સરકાર રચવાના દાવા વચ્ચે રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી આજે મુખ્યમંત્રી તરીકે યદુરપ્પાને શપથ લેવડાયા છે. પરિણામના દિવસથી આજ સુધી રાજયપાલની ભૂમિકા પર દેશભરની મીટ મંડાયેલ. જબરા દાવપેચ ખેલાયા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટકમાં કોઇને સ્પષ્ટ બહુમતી ન મળે તો વજુભાઇ વાળાની ભૂમિકા ચાવીરૂપ બનશે. તેવા સમાચાર અકિલાએ તા. રપ એપ્રિલ ર૦૧૮ના અંકમાં પ્રસિદ્ધ કરેલ તે સંપૂર્ણ સાચા પડયા છે.

(11:37 am IST)
  • અફઘાનમાં રાત્રી લોહિયાળઃ ૪૪ આતંકીઓનો સફાયોઃ ૧૦ જવાનો શહીદ થયા: કાબૂલ : અફઘાનમાં રાત આખી આતંકીઓ અને સેના વચ્ચે લોહિયાળ અથડામણો ચાલી હતી, જેમાં ૪૪ ત્રાસવાદીઓના મોત થયા છેઃ ૧૦ જવાનો શહીદ થયા છે access_time 11:35 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST