Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં ભાજપને સ્પષ્ટ બહુમતિથી દૂર રાખવા પાછળ 'નોટા' વિલન બન્યું

બેંગલુરૂ તા. ૧૭ : કર્ણાટક ચૂંટણીમાં ભાજપને બહુમતિ ન મળવા માટે 'નોટા' એટલે કે 'નન ઓફ ધ અબવ' મુખ્ય વિરોધી સાબિત થયું છે. કર્ણાટક ચૂંટણીમાં ૬ થી વધારે બેઠક એવી હતી જેમાં હારનું અંતર નોટમાં પડેલા મતથી પણ ઓછા હતા. એમાં પણ ખાસ વાત એ રહી કે નોટાના કારણે ભાજપ આ બેઠકો પર બીજા નંબરે રહી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કર્ણાટકમાં ભાજપની બહુમતિનું સમીકરણ નોટાના કારણે બગડયું છે. કર્ણાટકમાં ૦.૯ ટકા (૩,૨૨,૮૨૯) મતદારોએ નોટાના બટનનો ઉપયોગ કર્યો હતો એટલે કે કોઇપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો નહોતો. દક્ષિણ બેંગલુરૂ બેઠક પર નોટા પર ૧૫,૮૨૯ સૌથી વધ મત પડ્યા.

તો બીજી ૨૮ બેઠકો પર ૨૦૦૦થી વધારે નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં સૌથી વધારે બેઠકો શહેરી વિસ્તારની હતી. આલંદ, બાદામી, ગડગ, હિરેકરૂર, કુંડગોલ, મસ્કી, પાવાગડા અને દેવાર હિપ્પર્ગી બેઠખી એવી રહી જયાં ભાજપના જીત થઇ શકતી હતી.

પરંતુ નોટાને વધારે મત મળવાના કારણે આ બેઠકો ભાજપના હાથમાંથી કોંગ્રેસ અથવા જેડીએસ પાસે પહોંચી ગઇ. જેમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાને બાદામી બેઠક પર નોટાના કારણે જીત મળી. બાદામી બેઠક પર સિદ્ઘારમૈયાને ૬૭૫૯૯ મત મળ્યા જયારે ભાજપના શ્રીરામુલુને ૬૫૯૦૩ મત મળ્યા.

જેમાં ૧૬૯૬ મતથી સિદ્ઘારમૈયાને જીત મળી, જેમાં નોટામાં ૨૦૦૭ મત પડ્યા હતા. આમ રાજયની આ મુખ્યશહેરોમાં કોંગ્રેસ-જેડીએસની જીત માટે નોટા ઘણા અંશે મદદ કરી.

(4:20 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST