Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સરકાર રોજગારી કે ભોજન આપી ન શકે તો ભીખ માગવી ગુનો શા માટે?

કારમી જરૂરીયાત હોય તો માણસ હાથ લંબાવેઃ ભિક્ષાવૃત્તિ કોઇની પસંદગીનો વ્યવસાય નથી : હાઇકોર્ટ

નવી દિલ્હી તા. ૧૭ : સરકાર રોજગારી અને ખોરાક આપી ન શકતી હોય તો ભિક્ષાવૃત્ત્િ। ગુનો કેવી રીતે ગણાય તેવું દિલ્હી હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઇકોર્ટમાં ભિક્ષાવૃત્ત્િ।ને ગુનો ન ગણવાની માગણી સાથે થયેલી બે અરજીની સુનાવણીમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, વ્યકિત કારમી જરૂરિયાત હોય ત્યારે જ ભીખ માંગે છે, કોઈ ભિક્ષાવૃત્તિ પસંદ કરતું નથી.

જસ્ટીસ ગીતા મિત્ત્।લ અને સી કરી શંકરની બેંચે જણાવ્યું હતું કે, કોઈને કરોડો રૂપિયા આપો તો પણ તે ભીખ માગવાનું પસંદ નહીં કરે પરંતુ કેટલાકની તીવ્ર જરૂરિયાતને કારણે હાથ લંબાવવો પડે છે. સરકાર રોજગારી કે ખોરાક ન આપી શકે તો ભારતમાં ભિક્ષાવૃત્ત્િ। ગુનો કેવી રીતે ગણાય ? કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એકટમાં ઘણી જોગવાઈ છે કે ભિક્ષા વૃત્ત્િ।ને ગુનો ગણી શકાય. સરકારે અગાઉ કહ્યું હતું કે, ગરીબ વ્યકિત ભિક્ષા માગે તેને ગુનો ગણાય નહીં.

હર્ષ મંદાર અને કર્ણિકા સોહનીએ દિલ્હીમાં ભિક્ષા માગવાનો ગરીબોને મૂળભૂત અધિકાર છે તેમ જણાવી તેને ગુનો ન ગણવા અરજી કરી હતી. અરજદારે ભિક્ષુક ગૃહોમાં પાયાની જરૂરિયાતો સંતોષવાની માંગણી પણ કરી હતી. તેમણે બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એકટનો પણ વિરોધ કર્યો હતો.

કેન્દ્ર અને દિલ્હીની આપ સરકારે જણાવ્યું હતું કે, ૨૦૧૬ ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની સાથ તેમનું પુનઃવસન કરવાની દરખાસ્ત હતી જે પૂરી થઈ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે, ભિક્ષાવૃત્ત્િ।માં દોષિત ઠરેલા આરોપીને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે અને બીજી વાર દોષિત ઠરે તો ૧૦ વર્ષની જેલ પડી શકે છે. હાલમાં કેન્દ્રમાં ભિક્ષાવૃત્ત્િ। વિરોધી કાયદો નથી પરંતુ મોટા ભાગના રાજયો બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એકટનો અમલ કરે છે. (૨૧.૧૫)

(10:59 am IST)