Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કર્ણાટક સરકાર ભાજપના નેતાના ફોન કોલ રેકોર્ડ કરાવે છે : ભાજપ સાંસદોનો આરોપ:ગૃહમંત્રીને પત્ર લખી કરી ફરિયાદ

નવી દિલ્હી :કર્ણાટક વિધાસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે કોંગ્રેસ અને ભાજપ બન્ને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે ત્યારે ભાજપના સાંસદ શોભા કંરદજલે, જીએમ સિદ્ધેશ્વરા અને પીસી મોહને ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કર્ણાટક સરકાર પોતાની શક્તિઓનો ખોટો ઉપયોગ કરી રહી છે. અમારી પાસે કર્ણાટક ઉપર શક કરવાના બધા કારણ છે. કર્ણાટક સરકાર ભાજપના નેતાઓના ફોન કોલ રેકોર્ડ કરાવી રહી છે. જે અમારા બંધારણ દ્વારા મળતા ગુપ્તતાના અધિકારનું ઉલ્લંઘન છે.

   ભાજપના સાંસદોએ પત્રમાં લખ્યું છે કે, અભિવ્યક્તિ અને ગુપ્તતા દરેક નાગરિકનો મૌલિક અધિકાર છે. અધિકારોમાં હસ્તક્ષેપ કરવો બંધારણનું અપમાન કર્યું ગણાય. અમારી પાસે વિશ્વાસ કરવાના બાધા કરાણો છે. કર્ણાટક સરકાર અમારા બાધા ફોન  કોલ રેકોર્ડ કરાવી રહી છે. બંધારણ પ્રમાણે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

   કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 12 મેના સંપન્ન થઇ હતી. અને ચૂંટણીના પરિણામો 15મેના દિવસે આવ્યા છે. જેમાં એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી. કર્ણાટક સરકાર પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરીને ભાજપના નેતાઓના ફોન ટેપ કરાવી રહી છે. મામલામાં ગૃહમંત્રી રાજનાથને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે.

(9:17 am IST)