Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં ભાજપ કઈ રીતે બહુમતી મેળવી શકે ?: શું છે બહુમતના જાદુઈ આંકડાને આંબવાના આટાપાટા:કોણ રહેશે સદનમાં ગેરહાજર

બહુમતી માટે 112 સમર્થન અનિવાર્ય :ભાજપને આઠ સભ્યના સમર્થનની જરૂર :સદનમાં હાજર રહેનારના આધારે બહુમતી થશે પુરવાર

બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોઇપક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી ત્યારે હવે 104 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને રાજ્યપાલએ સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ વચ્ચે કાલે મુખ્યમંત્રી પદના શપથ પણ લેશે ત્યારે 222 બેઠકોમાંથી બહુમતના અપેક્ષિત આંકડા 112થી આઠ સીટ દૂર રહેનાર ભાજપને આખરે સમર્થન કેવી રીતે મળશે? સૌથી મોટો સવાલ છે કારણ કે કોંગ્રેસ (78 બેઠકો) અને જેડીએસ (38 બેઠકો) હાથ મિલાવી લીધા છે અને બંનેને એક અપક્ષ વિધાયકનો પણ સાથ છે એવું કહેવાય છેઆ રીતે કોંગ્રેસ અને જેડીએસ પાસે હાલ બહુમતથી વધુ 117 ધારાસભ્યોનું સમર્થન હાસલ છે.

    સૂત્રોના જણાવ્યાં મુજબ બુધવારે કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં ચાર વિધાયકો પહોંચ્યા નહીં. રીતે જેડીએસના બે વિધાયક એચડી કુમારસ્વામીને જ્યારે પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે ગાયબ હતાં. ઉપરાંત એક અપક્ષ ધારાસભ્ય પણ ભાજપના આંગણે જોવા મળ્યો. કહેવાય છે કે ભાજપ સાત ધારાસભ્યોના દમ પર અપેક્ષિત બહુમતનો આંકડો પાર કરશે તેમ મનાય છે જો ધારાસભ્યો પાટલી બદલીને ભાજપના પક્ષમાં આવી જાય તો કુલ મળીને પાર્ટીને કુલ 111 વિધાયકોનું સમર્થન મળશે. પરંતુ આમ છતાં પાર્ટી બહુમતનો આંકડો પાર કરી શકશે નહીં.

  કમીને પૂરી કરવા માટે ભાજપની નજર જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની બે સીટો પર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ, રાજ્યપાલને આગ્રહ કરી શકે છે કે પાર્ટીને બહુમત સાબિત કરવા માટે પૂરતો સમય આપવામાં આવે અને વિશ્વાસમતના પરીક્ષણ પહેલા કુમારસ્વામીએ પોતાની જીતેલી બંનેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપી દે. જેના કારણે એક સીટ ઓછી થવાથી બહુમતનો આંકડો 111 સુધી પહોંચી શકે છે. જે ભાજપ માટે મદદરૂપ સાબિત થશે.

   સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપનો પ્લાન બી એક પણ છે કે જો તેમનો પહેલો પ્લાન ફેલ જાય તો વિશ્વાસમતના પરીક્ષણ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના 15 ધારાસભ્યો કોઈ પણ સદનમાં ઉપસ્થિત રહેશે નહીં. એટલે કે વિશ્વાસ મત દરમિયાન ગેરહાજર રહે. તેનાથી સદનમાં બહુમતનો અપેક્ષિત આંકડો 222માંથી 15 ઓછો થઈ જશે. સ્પષ્ટ છે કે ભાજપના હાલ 104 ધારાસભ્યોને ધ્યાનમાં લઈને આંકડો બહુમત માટે એકદમ સટીક હશે અને ભાજપ પોતાનો બહુમત સાબિત કરવામાં સફળ થઈ જશે.

   ચૂંટણીમાં કોંગ્રેસ ધર્મના આધાર પર લિંગાયતોને અલ્પસંખ્યક દરજ્જો આપવાનું કાર્ડ ફેંકી ચૂકી છે અને ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે કાર્ડ સફળ થયું નથી. હવે ચૂંટણી બાદ ભાજપ કાર્ડ રમી શકે છે. બીએસ યેદિયુરપ્પા લિંગાયત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. જેથી કરીને ભાજપ અત્યારથી એવું કહી રહી છે કે સમુદાયના નેતાને સત્તામાં પહોંચતા રોકવા માટે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યુ છે. જેના આધારે ભાજપ લિંગાયતોના સન્માનનો મુદ્દો બનાવવાના મૂડમાં છે અને તે આધારે કોંગ્રેસ અને જેડીએસના લિંગાયત સમુદાય સાથે સંબંધ રાખનારા વિધાયકોને યેદિયુરપ્પાને સમર્થન આપવાની અપીલ કરી શકે છે

   અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટિકિટ પર 21 અને જેડીએસની ટિકિટ પર 10 લિંગાયત ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં છે. આવામાં જેટલા લિંગાયત વિધાયકો ભાજપને સપોર્ટ કરશે તેટલો ભાજપને તો ફાયદો થવાનો છે.

(12:00 am IST)