Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

17 મીથી રમઝાન શરુ : મહિનામાં 5 જુમ્મા : 14મી જૂને સૌથી લાંબો રોઝો

માહ--રમઝાન 17 મેથી શરૂ થયો છે રમઝાનના આખા મહિનામાં 5 જૂમ્મા આવશે. પહેલો જૂમ્મો રમઝાન શરૂ થવાની સાથે 18 મેના દિવસે આવી જશે. જ્યારે 15 જૂને અંતિમ જૂમ્મો હશે, જેને અલવિદા જુમ્મા કહેવામાં આવે છે. અંતિમ જુમ્માના આગલા દિવસે ઈદ મનાવવામાં આવશે.

વખતે 14 જૂને સૌથી લાંબો રોઝો હશે. દરેક વખતે રોઝાનો સમય 14-15 કલાકથી ઓછો હોય છે, પરંતુ 14 જૂને સૌથી લાંબો રોઝો 15 કલાક અને 06 મીનિટનો હશે. જ્યારે 11, જૂને શબ--કદ્ર હશે, જે દરમિયાન રોઝા રાખનારાઓ રાતભર ઈબાદત કરે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનો આખો 30 દિવસનો હોય છે, અને હરરોજ રોઝો રાખવામાં આવે છે માન્યતા છે કે, ઈસ્લામી કેલેન્ડરના મહિના દરમિયાન હરરોજ કુરાન શરીફ પઢવાથી વધારે સબાબ (પુણ્ય) મળે છે.

    જ્યારે, રોઝાને ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવ્યો છે. મહિને મુસ્લમાન તક્વા મેળવવા માટે રોઝો રાખે છે. તકવાનો અર્થ છે અલ્લાહને નાપસંદ કામ કરીને તેમના પસંદના કામો કરવા. સરળ રીતે કહેવામાં આવે તો મહિનો મુસ્લિમો માટે સૌથી ખાસ હોય છે.

   રમઝાનના મહિનાને ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે, 10 દિવસના ભાગને 'રહમતોનો સમય' (મહેરબાનીનો સમય) કહેવામાં આવે છે. 10 દિવસના બીજા ભાગને 'માફીનો સમય' કહેવામાં આવે છે અને 10 દિવસના અંતિમ ભાગને 'જહન્નુમથી બચવાનો સમય'(નર્કથી બચવાનો સમય) કહેવામાં આવે છે.

 

(9:23 am IST)
  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST