Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હજુ અનંત અંબાણીની સગાઈ થઇ નથી : રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થયાની ચર્ચા વચ્ચે કરાઈ સત્તાવાર સ્પષ્ટતા

  મંબઈ : રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીના દીકરા આકાશની શ્લોકા મહેતા સાથે અને દીકરી ઇશાની આનંદ પિરામલ સાથે તાજેતરમાં સગાઈ થઈ છે. બાદમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંતની સગાઈની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ચર્ચા મુજબ અનંતની સગાઈ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થઈ ગઈ છે. તાજેતરમાં એન્ટિલિયામાં યોજાયેલી ઈશા અંબાણીની સગાઈ પાર્ટીમાં પણ રાધિકા નણંદ ઈશા તથા ભાભી શ્લોકા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી જોકે મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તાએ બિઝનેસ ટુડે પાસે સ્પષ્ટતા કરી છે કે હજી અનંત અંબાણીની સગાઈ નથી થઈ

    કચ્છી ભાટિયા પરિવારના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ પણ ધીરુભાઈ અંબાણીની જેમ એક સામાન્ય વેપારીમાંથી મોટા બિઝનેસમેન બન્યા હતા. વિરેન મર્ચન્ટ હાલમાં એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર તેમજ હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીના માલિક છે. વિરેન મર્ચન્ટના પરિવારમાં પત્ની શૈલા, દીકરી અંજલી તથા રાધિકા છે. હવે રાધિકા મુકેશ અંબાણીના પરિવારની નાની પુત્રવધૂ બને એવી સંભાવના છે.

    રાધિકા મર્ચન્ટે વિદેશમાં અભ્યાસ કર્યો છે અને પછી તે ભારત પરત ફરી છે. અહી પરત ફર્યા પછી તેણે ઈસ્પ્રાવાની ટીમમાં સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. અહીંયા તેનું મુખ્ય કામ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બજારના રિસ્પોન્સ સાથે કંપનીની પ્રોડક્ટને જોડવાનું છે. અંબાણીપરિવારનો નાનો દીકરો અનંત તેના જબરદસ્ત વેઇટલોટને કારણે ચર્ચમાં આવ્યો હતો. અનંતે 18 મહિનામાં 108 કિલો વેટલોસ કર્યુ હતું અને પછી સોશિયલ મીડિયા પર તેની બહુ ચર્ચા થઈ હતી. અનંતે વજન ઓછું કરવા માટે બહુ મહેનત કરી છે. તેમજ તેણે જીમમાં ગયા વગર કુદરતી રીતે વજન ઓછું કર્યું છે.

 

(9:23 am IST)
  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST