Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મોહાલીમાં નવજાત બાળકીને કેરીબેગમાં લઈને વેચવા નીકળ્યો બાપ ! :કહ્યું બાળકને વેચવું છે

સિવિલ હોસ્પિટલ ફેઝ-4ના ઈમરજન્સી વોર્ડમાં રાતે 10 વાગ્યે ધ્રૂજાવી દેનારી ઘટના બની

મોહાલીમાં એક નવજાત બાળકીને બાપ વેચવા નીલકયો હતો મોહાલીની સિવિલ હોસ્પિટલ ફેઝ-4ના ઈમરજન્સી વોર્ડમાં રાતે 10 વાગ્યે ધ્રૂજાવી દેનારી ઘટના બની. એક વ્યક્તિએ ડ્યૂટી પર હાજર ડૉક્ટરને આવીને કહ્યું કે, તેને પોતાનું નવજાત બાળક વેચવું છે. આ સાંભળીને ડૉક્ટરે તેને પૂછ્યું કે, બાળક ક્યાં છે? ત્યારે તે વ્યક્તિએ પોતાના હાથમાં પકડેલી કેરીબેગ ડૉક્ટરને સોંપી દીધી.

   ડૉક્ટર કેરીબેગમાં બાળકને જોઈને તેને તરત જ ઈમરજન્સી રૂમમાં લઈ ગયા અને ચેક કર્યું. નવજાતની સ્થિતિ ખરાબ હતી અને તે વૉમિટિંગ કરી રહ્યું હતું. હોસ્પિટલે તરત જ પોલીસને જાણ કરી, જ્યારબાદ પોલીસે નવજાત બાળકીના પિતાને ધરપકડ કરી લીધી .

    પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી જસપાલ સિંહ મોહાલીના ગામ બલ્લોમાજરાના ગુરુદ્વારા સાહબ પાસે ભાડાના મકાનમાં રહે છે, આરોપીને બે દીકરા છે અને જ્યારે ત્રીજા સંતાન તરીકે પુત્રી થઈ તો તે તેને થેલીમાં લઈને વેચવા માટે હોસ્પિટલ પહોંચી ગયો. આરોપી જસપાલ મોહાલીના વીઆર મૉલના રિલાયન્સ ફ્રેશમાં લોડિંગની કામ કરે છે એટલે તેની પાસે રિલાયન્સની મોટી કેરી બેગ હતી જેમાં બાળકીને લઈને તે વેચવા નીકળ્યો હતો. હોસ્પિટલના સ્ટાફની સમજણને લીધે આરોપને અરેસ્ટ કરી શકાયો.

   જાણકારી અનુસાર આરોપી પિતા આ પહેલા બાળકીને મોહાલીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ વેચવા માટે ગયો હતો પણ તેને ત્યાંથી તગેડી મૂકાયો અત્યારે આરોપી સામે ગુનો નોંધી તેના પર કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મોહાલીના સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ અનુસાર આરોપી જ્યારે બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેની હાલત ખૂબ જ નાજુક હતી. બાદમાં તેને જરૂરી સારવારની સાથે-સાથે ઑક્સિજનમાં પણ રાખવામાં આવી. હાલમાં તેની હાલત સ્થિર જણાવામાં આવી રહી છે.

(9:23 am IST)