Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હવે કેન્દ્રિય કર્મચારીઓને પેન્શન લવા માટે આધાર કાર્ડ કે આધાર નંબર નહીં આપવા પડેઃ કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કેન્દ્રિય પેન્શનરોના હિતમાં નિર્ણય લઇને પેન્શન લેવા માટે હવ આધાર કાર્ડ કે આધાર નંબર નહીં આપવા પડે તેવી જાહેરાત કરી છે.

શ્રમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી છે કે આધાર એક વિશેષ સુવિધા છે. આના કારણે જીવંત હોવાનો પુરાવો આપવા માટે બેંકના ચક્કર નથી કાપવા પડતા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ શક્ય બને છે. 

હાલમાં બેંકે એ ખાતાઓના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે જેને આધાર કાર્ડ સાથે લિન્ક નથી કરવામાં આ્વ્યા. આનાથી વધારે નુકસાન પેન્શનધારકોને થયું છે. આ લોકોને પેન્શનની રકમ નથી મળી રહી. સરકારે હવે રિટાયર્ડ લોકો માટે આ નિયમમાં છૂટછાટ આપી છે અને સ્પષ્ટતા કરી છે કે આનો કોઈ રસ્તો કાઢવામાં આવે જેથી પેન્શનધારકો પેન્શનથી વંચિત ન રહે. ઘણીવાર નિવૃત કર્મચારીઓનો ખર્ચ પેન્શન પર જ ચાલતો હોય છે જેના કારણે આખા પરિવારને સમસ્યાનો સામનો કરવો પડે છે. કેન્દ્રિય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે સરકારી કર્મચારીઓના પેન્શન માટે આધાર અનિવાર્ય નથી અને બેંકોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. 

નોંધનીય છે કે સરકારે 12 અંકવાળી ઓળખ આધારકાર્ડ જાહેર કર્યું છે. એની મદદથી સરકારને અનેક જગ્યાએ ભ્રષ્ટાચારને નાથવામાં મદદ મળી છે અને અનેક ગોટાળા પ્રકાશમાં આ્વ્યા છે. સરકાર તરફથી કરાયેલા આ સ્પષ્ટીકરણ પછી લગભગ એક કરોડ પરિવારને એનો ફાયદો થશે. કેન્દ્ર સરકારના લગભગ 48.41 લાખ કર્મચારી છે તેમજ 61.17 લાખ પેન્શનધારક છે. 

(12:00 am IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST