Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ચેકબુક, અેટીઅેમ કાર્ડ કઢાવવાની ફ્રી બેન્કિંગ સેવાઓ ઉપર જીઅેસટી નહીં લાગેઃ ગ્રાહકો માટે સારા સમાચાર

નવી દિલ્‍હીઃ છેલ્લા ઘણા સમયથી ગુંચવણભરી થઇ ગયેલી બેન્કિંગ સેવામાં રાહતના સમાચાર છે. ચેક બૂક કઢાવવાથી લઇને એટીએમ કાઢવા જેવી ફ્રી બેન્કિંગ સેવા પર જીએસટી નહીં લાગે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું કે બેંક તરફથી ગ્રાહકોને આપવામાં આવતી કેટલીક ફ્રી સેવાઓ પર જીએસટી લગાવવા મુદ્દે મુજવણ હતી, જેને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંકને મફત સેવા પર ફી નહીં ચૂકવવાને લઇને નોટિસ મળી શકે છે, એવામાં નાણા મંત્રાલય વિભાગે રાજદ્વારી વિભાગ સાથે સંપર્ક કરી આ અંગે સ્પષ્ટીકરણ માગ્યું હતું. જેમાં તેઓ પુછ્યું કે શું આવી ફ્રી સેવા પર જીએસટી લાગશે, ડીએફએસનું નામવું છે કે નવી ચેક બૂક કાઢવી, એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને એટીએમ કાઢવું તેવી સેવા નિયત સમય સુધી ફ્રી છે અને તેના પર જીએસટી નહીં લગાવવામાં આવે. ભારતીય બેંક સંઘ IBAએ બેંકોના મેનેજમેન્ટ તરફથી ઓથોરીટી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે જુલાઇ 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યું છે.

(12:00 am IST)