Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

બેકાબૂ બનેલા કોરોનાને નાથવા શું કરવું ? : રાત્રે ૮ વાગે ટોચના અધિકારીઓ સાથે નરેન્દ્રભાઈની તાકીદની બેઠક

કોરોનાના વધતા સંક્રમણ અને વેક્સીનેશનની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રાત્રે ૮ કલાકે કેન્દ્ર સરકારના ટોચના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે તેમ જાણવા મળે છે.

PM મોદીની બેઠકમાં દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ તેમજ રસીકરણની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે. અનેક રાજ્યોમાં વેક્સિન ડોઝની ઘટ હોવાના આક્ષેપ થયા હતા. આ બેઠકમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ 45 વર્ષ કરતા નાની ઉંમરના લોકોને વેક્સિન આપવા પણ માંગ ઉઠી હતી તેને લઇને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
       મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ઓક્સીજન સપ્લાય અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે પીએમને ફોન કર્યો હતો પરંતુ તેમણે જણાવવામાં આવ્યુ કે પીએમ મોદી અત્યારે બંગાળમાં છે. જ્યારે તે પરત આવશે ત્યારે તેમની સાથે વાત થઇ શકશે. આ દાવો ખુદ મહારાષ્ટ્રના સીએમ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કર્યો છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 63,729 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 398 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 

(6:14 pm IST)