Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

આઇસીસી ટી20 વર્લ્‍ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્‍તાન ક્રિકેટ ટીમનો ભારત આવવાનો રસ્‍તો સાફઃ વિઝા આપવા તૈયાર મોદી સરકાર

નવી દિલ્હી: ICC ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઇસીસી ટી-20 વર્લ્ડકપ રમવાનો છે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સબંધોને જોતા પાકિસ્તાનના ખેલાડીઓને વીઝા મળવા પર મુશ્કેલી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યુ છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાનના ખેલાડીઓ અને મીડિયાને વીઝા આપવા માટે તૈયાર થઇ ગઇ છે.

બીસીસીઆઇએ વર્ચુઅલ મીટિંગ દ્વારા એેપેક્સ કાઉન્સિલને તેની સૂચના આપી છે. માનવામાં આવી રહ્યુ છે કે બોર્ડ સચિવ જય શાહે ખુદ એપેક્સ કાઉન્સિલને આ જાણકારી આપી છે. બોર્ડ અનુસાર, સરકાર તરફથી પાકિસ્તાનના ખેલાડીઓને વીઝા મળવાની મંજૂરી મળી ગઇ છે. જોકે, ફેન્સને લઇને હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સબંધિત મંત્રાલય આ મામલે જલ્દી નિર્ણય કરશે. વર્ચુઅલ બેઠકમાં સામેલ બીસીસીઆઇના પદાધિકારીઓએ જણાવ્યુ કે ટી-20 વર્લ્ડકપ આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની ઇવેન્ટ છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાકિસ્તાનના ખેલાડીઓ અને મીડિયા માટે વીઝાને મંજૂરી આપી દીધી છે.

બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડકપના મુકાબલા માટે નવ સ્ટેડિયમ પસંદ કર્યા છે. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદરાબાદ, ધરમશાળા, કોલકાતા અને લખનઉં સ્થિત સ્ટેડિયમમાં પણ ટૂર્નામેન્ટના મુકાબલા રમાશે.

સમાચાર એજન્સી અનુસાર, અત્યારે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ નક્કી કરવામાં નથી આવ્યો. ટી-20 વર્લ્ડકપની યજમાની માટે 9 સ્ટેડિયમને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યુ છે, જેની પર અંતિમ નિર્ણય ટૂર્નામેન્ટ નજીક આવ્યા બાદ લેવામાં આવશે.

ભારતમાં 5 વર્ષ પહેલા રમી હતી પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અંતિમ વખતે 2016માં ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારત આવી હતી. 25 માર્ચ,2016માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલી મેચ પાકિસ્તાનની ભારતીય જમીન પર અંતિમ મેચ હતી. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાને ભારતમાં 4 મેચ રમી હતી. ભારત વિરૂદ્ધ ભારતમાં દ્વિપક્ષીય સિરીઝ રમવા પાકિસ્તાનની ટીમ અંતિમ વખતે 2012-13માં આવી હતી, ત્યારે પાકિસ્તાને 3 વન ડે મેચની સિરીઝ 2-1થી જીતી હતી.

(5:28 pm IST)
  • બપોરે ૧:૩૪ સુધીમાં પ.બંગાળમાં ૫૪.૬૭% મતદાન થઈ ચૂકયુ છે access_time 2:05 pm IST

  • રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય : હવેથી રાજ્યમાં RT-PCR પરીક્ષણો ફક્ત 350 રૂપિયામાં સરકારી અને ખાનગી લેબમાં કરવામાં આવશે તેમ રાજ્ય સરકારે ઘોષણા કરી. access_time 10:20 pm IST

  • બજાજ કંપનીએ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ બંધ કર્યું : 13 એપ્રિલના રોજ ગુડી પડવાને દિવસે શરૂ કરેલા બુકીંગનો ક્વોટા 48 કલાકમાં પૂરો : ઓનલાઇન બુકીંગ માટે બેંગ્લુરુ તથા પુણેમાંથી ભારે ધસારો જોવા મળ્યો : ફરીથી બુકિંગની તારીખ હવે પછી જાહેર કરશે access_time 8:21 pm IST